welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 8 November 2014

મુંબઈ અને મહારાષ્ટ્રના છાપામાં ડેન્ગ્યુ તાવ વીશે રોજે રોજ પાના ભરીને સમાચાર આવે છે. સાંચુ શું છે અ તો રામ જાણે પણ એને શીવસેના કે ગુજરાતીઓ સાથે સમ્બધ હશે એ હજી કોઈએ કહ્યું નથી એ નવાઈ લાગે છે.

મુંબઈ અને મહારાષ્ટ્રના છાપામાં ડેન્ગ્યુ તાવ વીશે રોજે રોજ પાના ભરીને સમાચાર આવે છે. સાંચુ શું છે અ તો રામ જાણે પણ એને શીવસેના કે ગુજરાતીઓ સાથે સમ્બધ હશે એ હજી કોઈએ કહ્યું નથી એ નવાઈ લાગે છે.

બે દીવસ પહેલાં મહારાષ્ટ્રના એક વખત મુખ્ય મંત્રી નાર્યાણ રાણેના પુત્રે કહ્યું કે મુંબઈમાંથી ગુજરાતીઓને હાંકી કાઢો. આ નારાયણ રાણે હાલ કોંગ્રેસમાં છે અને મુખ્ય મંત્રી વખતે શીવસેનામાં હતા.

આમ તો મલેરીયા જેવા રોગો માદા મચ્છરના ડંખથી થાય છે અને છેલ્લા ૫૦ હજાર વરસથી મચ્છરો ડંખ મારી પોતાના શરીરમાં રહેલા મેલેરીયાના જીવો માણસના શરીરમાં દાખલ કરે છે. પછી તાવ આવે અને શું ને શું થાય અને ક્યારેક જીવ પણ જાય.

છેલ્લા ૪-૬ મહીનાથી એટલે કે લોકસભા અને મહારાષ્ટ્રની વીધાનસભાની ચુંટણીઓ વખતથી સમાચારમાં ગુજરાતીઓનો ઉલ્લેખ આવે છે. મહારાષ્ટ્રમાં વીધાનસભાની ચુંટણી વખતે ભાજપ અને શીવસેના વચ્ચે સમજુતી તુટી ગઈ અને ગુજરાતી ભાષા વીશે છાપામાં ઉલ્લેખ આવવા લાગ્યો. રવીવાર ૯-૧૧-૨૦૧૪ના દીલ્લીમાં થોડાક પ્રધાનોમાં ફેરફાર થશે કે નવા ઉમેરાશે. શીવસેના પહેલાં ટેકો આપે અને પછી મહારાષ્ટ્રમાં શીવસેનાને સત્તામાં ભાગીદાર કરવામાં આવશે એવું મુખ્ય મંત્રીએ કહ્યું છે.

શીવસેનાના મરાઠી સમાચાર પત્ર સામના છાપામાં સમાચાર આવેલ છે કે મહારાષ્ટ્રમાં આરોગ્ય ખાતું કોણ સંભાળે છે એ જ ખબર નથી અને ડેન્ગ્યુ કે મલેરીયા વીશે ઉલ્લેખ આવેલ છે. મુંબઈમાં વરસોથી શીવસેના સત્તા સંભાળે છે અને મુંબઈના લોકોની આરોગ્યની જવાબદારી શીવસેનાની હોવી જોઈએ. શીવસેના  હપ્તાખોર તરીકે વરસોથી ઉલ્લેખ આવે છે. વીધાનસભાની ચુંટણી વખતે અફઝલખાનની ફોજ, મચ્છર, ઉંદર, વાઘ અને નરેન્દ્ર મોદીના પીતા દામોદર મોદીનો ઉલ્લેખ આવેલ.

આ ડેન્ગ્યુ બાબત હવે ઉલ્લેખ આવેલ છે કે મચ્છર મારવાની કે ભગાડવાની દવામાં ગડબડ થઈ છે મચ્છર મરતા કે ભાગતા નથી અને માણસનું લોહી ચુસવા મચ્છરો હવે ભુરાયા થયા છે. મુંબઈ મહાનગરના ભૃષ્ટ અધીકારી કે હપ્તાખાઉ સત્તાધારીઓએ દવા છાંટવાનું નામ લઈ દવા છાંટતા નથી. દવાની કુમ્પનીઓ દવાને બદલે રાખ કે એવો કોઈ ભલતો જ હલકો પાવડર આપે છે. આ કુમ્પની જરુર કોઈ ગુજરાતીની હશે એમ કહે છે.

દુનીયાની મોટામાં મોટી લુંટ શીવાજીએ સુરતમાં કરી એના પછી મોગલો અને અંગ્રેજોએ રાજ્ય કરવાની નીતી રીતી બદલાવી.  અંગ્રેજોની કોઠી સુરતમાં હતી એ મુંબઈમાં આવી અને અંગ્રેજોની કુમ્પનીના ગવર્નરોએ આખા દેશ ઉપર રાજ્ય કર્યું. મોગલોએ શીવાજીને ઉંદરની ઉપમા આપેલ. ક્યારે ક્યાંથી આંતકી આવી ચડે એ ખબર ન પડે અને પછી તો સીમી, મુજાહીદ અને તાલીબાની એવા કેટલાએ આંતકીઓ એમાંથી પાઠ શીખ્યા.

માદા મચ્છર પોતાના બચ્ચાને કહે જે દવાથી હું મરું એનો પ્રતીકાર કરતાં બચ્ચાને શીખી લેવું જોઈએ જે ગુણ છેલ્લા ૫૦ હજાર વરસથી મચ્છરોમાં વીકસ્યો છે. એટલે ગમે એવી ઝેરી દવા પણ છ મહીના પછી મચ્છર માટે પૌષ્ટીક આહાર કે અમૃત બની જાય છે. કોને ખબર પણ આ દવાની કુમ્પનીઓ ગુજરાતમાં હશે......

નીચે બે ફોટા આપેલ છે જે ગુગલ મારાજની મેરબાનીથી મળેલ છે.












1 comment:

  1. મુંબઈ અને મહારાષ્ટ્રના છાપામાં ડેન્ગ્યુ તાવ વીશે રોજે રોજ પાના ભરીને સમાચાર આવે છે. સાંચુ શું છે અ તો રામ જાણે પણ એને શીવસેના કે ગુજરાતીઓ સાથે સમ્બધ હશે એ હજી કોઈએ કહ્યું નથી એ નવાઈ લાગે છે.
    http://en.wikipedia.org/wiki/Dengue_fever

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર