welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 16 August 2014

રંગ બદલતા હૈ કાંચીડા... યોજના આયોગમાંથી કોણ પહેલું હારાકીરી કરે છે એ માટે રંગ બદલતા માનવને સરડાનો પડકાર.

રંગ બદલતા હૈ કાંચીડા... યોજના આયોગમાંથી કોણ પહેલું હારાકીરી કરે છે એ માટે રંગ બદલતા માનવને સરડાનો પડકાર.

દેશ આઝાદ થયો એ પછી લોકોની સુખાકારી માટે બંધારણમાં ઘણી જોગવાઈ હતી. થોડાક વરસમાં યોજના મુજબ ગરીબાઈ હટી જશે અને બધા લોકો ખુશ ખુશાલ સુખી હશે એ માટે યોજના પંચે ઘણી યોજનાઓ બનાવી. લાલ, પીળા, ભુરા, રંગની પેન્સીલ લઈ વાતાનુકુલીત ઓફીસમાં મોટા મોટા ટેબલ ઉપર મોટા મોટા કાગળો ઉપર નકશાઓ તૈયાર થવા લાગ્યા.

બસ પછી તો ફક્ત નકશા તૈયાર કરવાનું ચાલુ રહ્યું અને લોકોને સુખી કરવાનું રહી ગયું તે ઠેઠ કોંગ્રેસના બારે વહાણ ડુબવા લાગ્યા ત્યાં સુધી.

ઈંદીરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારે ગરીબી હટાવો બાબત ચડવડ પણ થઈ. સાંભળે કોણ. પછીતો કટોકટી આવી ગઈ એટલે સંજય ગાંધીએ આકાશમાં વીમાન ઉડાળવાનું શરું કર્યું અને મોતને આમંત્રણ આપ્યું. વડા પ્રધાન ઈંદીરા ગાંધીને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યું બધુ યોજના મુજબ. શ્રીમતી ઈંદીરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધીને તો બોમ્બથી મારી નાખવામાંં આવ્યું અને યોજના મુજબ.

ગરીબો વધુ ગરીબ થવા લાગ્યા અને મુંબઈમાં આંતકવાદીઓ આવવા લાગ્યા. બધાના ભાવ આવવા શરુ થયા. ટ્રકમાં હેરાફેરીના ૫૦૦૦/=. બોમ્બ ગોઠવવાના આટલા કે તેટલા. બાબરી મસ્જીદ તુટી યોજના મુજબ. આંતકવાદને તક મળી ગઈ.

ઠેઠ કરાંચીથી આગબોટ કે હોળીમાં બેસી આંતકવાદીઓ મુંબઈ સુધી આવવા લાગ્યા. બધું યોજના મુજબ.

લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની બુરી હાલત થઈ. વડા પ્રધાન મનમોહન સીંહેતો કહેલ કે ગઠજોડ સરકારમાં બાંધછોડ તો કરવી પડે. ભૃષ્ટાચાર અને મોંઘાવરી દીવસ રાત વધતી જ રહી. યોજના આયોગ નક્કી ન કરી શક્યું કે ગરીબ કોને કહેવા. અબજોપતી અંબાણી કુંટુંબના સભ્યો પણ ગરીબાઈની લાઈનમાં બેસી ગયા. ગરીબો માટેની સબસીડી, સસ્તા અનાજ મેળવનું રેશનીંગ કાર્ડનું મહ્ત્વ વધતું ગયું.

મનમોહન સીંહની સરકારે શીક્ષણનો અધીકાર, સસ્તામાં પરવડે એ રીતે બધાને અનાજ અને આધાર કાર્ડની મોટી મોટી યોજનાઓ બનાવી. ૩૦ કીલો અનાજ ૬૦ રુપીયામાં આપવાનો કાયદો બન્યો. પ્રણવ મુખરજી નામના રાષ્ટ્રપતીએ ખરડા ઉપર સહી કરી અને કાયદો પણ બન્યો. છેવટે કોંગ્રેસ પોતાના પાપને કારણે હારી ગઈ.

૧૫મી ઓગસ્ટ, ૨૦૧૪ના વડા પ્રધાને લાલ કીલ્લા ઉપરથી જાહેર કર્યું કે હવે યોજના આયોગની ઓફીસ બંધ થવાની છે. બધી યોજનાઓ માટે નવી વીધી શરુ કરવી પડશે.

૩૨ જણાં ચેસ રમે અને બધાને સારી તક મળે તો ૩૧ વખત રમત રમે તો પછી કદાચ પરીણામ બરોબર આવે. મધ્ય પ્રદેશ, ગુજરાત કે મહારાષ્ટ્રના આદીવાસી વીસ્તારના લોકોને તો એક જ વીધી ખબર છે ૩૧ જણાંના માથા વાઢી નાખો એટલે ૩૨મો વીજયી ચોક્કસ હશે.

1 comment:

  1. એકદમ સત્ય અને સચોટ લખાણ ! અવાર નવાર આપના તરફથી મળતી પ્રેરણા માટે ધન્યવાદ !

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર