welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday, 8 February 2014

શિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની મુખ્ય બાબતો & સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચના

Ranavav Blog

Navanadisar Blog
  • http://brcmandvi.blogspot.in/ 


  • શિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની મુખ્ય બાબતો:
  • શિક્ષણનો અધિકાર અધિનિયમ, એવું સૂચવે છે કે, દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાનો અધિકાર છે.

  • “ફરજીયાત” શિક્ષણ એટલે, - ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને શાળામાં દાખલ કરાવવા, તેનું સ્થાયીકરણ અને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરાવવાની જવાબદારી સરકારની રહે છે. “મફત” એટલે, કોઈપણ બાળક પાસે પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે તેઓની પાસેથી કોઈપણ પ્રકારનો ખર્ચ, ફી કે અન્ય રૂપે ચાર્જ વસુલવામા આવશે નહિ, આ શિક્ષણ સંપૂર્ણપણે મફત આપવામા આવશે.
  • શાળા બહારના બાળકોને તેમની વયકક્ષા અનુસારના વર્ગમાં દાખલ કરાવવા

  • આ નિયમ દ્વારા સરકારની, સ્થાનિક સત્તાતંત્રની અને વાલીની; મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમના અમલીકરણ માટેની ફરજો અને જવાબદારીઓ અંગે રજૂઆત કરે છે ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેની નાણાકીય જવાબદારીઓ અંગે પણ સ્પષ્ટતા કરે છે.

  • વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેનો ગુણોત્તર નક્કી કરવા અંગેના ધોરણ, શાળામાં જરૂરી ભૌતિકસુવિધા, શાળાના કામના કલાકો અને શિક્ષકના કામના કલાકો વિષે માર્ગદર્શન પૂરું પડે છે.

  • માત્ર રાજ્ય અથવા જીલ્લા કે બ્લોકના સરેરાશ વિદ્યાર્થી-શિક્ષકના ગુણોત્તરની જાળવણી દ્વારા સંતોષ માનવાને બદલે દરેક શાળામાં વિદ્યાર્થી-શિક્ષકના ગુણોત્તરની ઉચિત જાળવણી દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોની જગ્યાઓ ભરવામાં કોઈ વિસંગતતા ન ઉભી થાય અને કોઈ એક જગ્યા ઉપર શિક્ષકોની જમાવટ ન થાય તે અંગે સુચવી જાય છે

  • શિક્ષકોને દસ વર્ષે થતી વસ્તી ગણતરી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિધાનસભા અને લોકસભાના ચુંટણી કાર્યો અને કુદરતી હોનારત સિવાયના અન્ય કાર્યોની સોંપાણી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

  • શિક્ષકોની નિયુક્તિ સમયે યોગ્ય તાલીમ મેળવેલ શિક્ષકોને જ લેવા પર ભાર મુકવામાં આવેલ છે; જેમકે શિક્ષક પાસે યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.

  • શિક્ષણનો અધિકાર અધિનિયમ જે બાબતો પર પ્રતિબંધ મૂકે છે તેમાં મુખ્યત્વે – કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકશે નહિ, કોઈપણ શાળા અથવા વ્યક્તિ શાળામાં બાળકને દાખલ કરતી વખતે કોઈપણ પ્રકારની કેપિટેશન ફી વસુલ કરશે નહિ, શાળામાં પ્રવેશ માટે બાળક અથવા તેના માતા-પિતા /વાલીને તપાસ કે ઇન્ટરવ્યુમાંથી પસાર કરશે નહિ, કોઈપણ શિક્ષક ખાનગી શિક્ષણ (ટ્યુશન) અથવા ખાનગી શિક્ષણ (ટ્યુશન)ની પ્રવૃત્તિ કરી શકશે નહિ, કોઈપણ શાળા સરકારશ્રીની માન્યતા વિના ચાલી શકશે નહિ.

  • બંધારણમાં સ્થાપિત થઇ ગયેલા મૂલ્યોને ધ્યાનમાં રાખી બાળકકેન્દ્રી અભ્યાસક્રમનું નિર્માણ કરવું જોઈએ; જેથી બાળક તનાવમુક્ત વાતાવરણમાં ભણી શકે; અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે જેથી કરીને તેનો સર્વગ્રાહી વિકાસ થઇ શકે, બાળકના જ્ઞાન આધારિત હોવો જોઈએ તેમજ બાળકમાં રહેલ શક્તિ અને પ્રતિભાને વધારે સારી રીતે ખીલવી શકાય તે રીતે બનાવવો જોઈએ જેથી કરીને બાળકોને ભણવાનું ભાર રૂપ ન લાગતાં તેમાંથી તેઓને આનંદ મળવો જોઈએ.
     સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચના (Composition of the School Management Committee)

    દરેક શાળામા (SMC) ની રચના કરવામા આવેલ છે. જે શાળાની અંદર (SMC) ની રચના ના થયેલ હોય તેવી દરેક શાળામા સમિતિની રચના એપોઈન્ટ મળ્યા ના ૬ મહિનાની અંદર સ્કૂલ વ્યવ્ય્સ્થાપન સમિતિની રચના કરવામા આવશે. આ સમિતિમા દર ૨ વર્ષે બદલાવ કરવાનો તથા નવા સભ્યોનો ઉમેરો કરવાનો રહશે. આ સમિતિમા ૫૦% સ્ત્રીઓને આરક્ષિત કરવાની રહશે. સ્કૂલ વ્યવસ્થાપન સમિતિમા ૧૨ સભ્યોની નિમણુંક કરવાની રહશે
    સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચનામા ૭૫% સભ્યો, શાળાની અંદર ભણતા બાળકોના વાલીઓ અથવા તેમના માતા-પિતા માંથી રાખવાના રહેશે. જેથી શાળાની અંદર ચાલતી અવ્યવસ્થાની સાચી માહિતી મેળવી તેનું નીરાકરણ લાવવામા મદદ મળે
    બાકીના ૨૫% સભ્યોની નીચે દર્શાવ્યા પ્રમાણે રચના કરવાની રહશે.
    1. ત્રીજા ભાગના સભ્યો સ્થાનિક સત્તા દ્વારા ચુંટાયેલા સભ્યો અથવા તો અર્ધસરકારી શાળાઓના મેનેજમેન્ટના સભ્યો તથા ટ્રસ્ટી મંડળ માંથી લેવાના રહશે.

    2. ત્રીજા ભાગના એવા સભ્યો હશે કે જે શાળાના શિક્ષક હોંય અને તેમને જે તે શાળાની શિક્ષક સમિતિ માંથી ચુંટવામા આવેલ હોય.

    3. બાકી રહેલ ત્રીજા ભાગમા સામાજિક મદદગાર અથવા તો વિદ્યાર્થી ની નિમણુંક તેમના વાલીની પરવાનગી સાથે કરવાની રહેશે.

    4. એક સભ્ય જે સ્થાનિક કડીયો હોય તેવા સભ્યની રચના સમિતિ દ્વારા કરવાની રહેશે.

    જટિલ સમસ્યાઓના ઉકેલ માટે સમિતિમા સમિતિના ચેરપર્સન અથવા તો વાઈસ ચેરપર્સનની નિમણુંક કરવાની રહેશે. આ હોદ્દાઓની નિમણુંક સમિતિમા સમાવાયેલા વાલી મંડળ, મુખ્ય શિક્ષક, પૂર્વ મુખ્ય શિક્ષક માંથી હોઈ શકે.
  • .

  • સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની કામગીરી: (ભૂમિકા અને જવાબદારીઓ)
    આ સમિતિની કાર્યરચના કલમો સ્પષ્ટ (એ) થી (ડી) ઉપ વિભાગ (2), ના અધિનિયમ 21 પ્રમાણે નીચેના દર્શાવેલ કાર્યો, કે જેના માટે જે તે સભ્યોએ કામ કરવાનું રહશે.

    1. સરળ અને સર્જનાત્મક સંપર્ક વ્યવહાર કરીને બાળકોના ઉત્થાન માટેના કામ નિયમોને આધીન રહીને કરવાના રહેશે. તથા રાજ્ય સરકારની ફરજો, સ્થાનિક સત્તાની ફરજો, શાળાની ફરજો, વાલીઓની ફરજોનું યોગ્ય પાલન થાય તેનું ધ્યાન રાખવું પડશે.

    2. કલમ-૨૪ અને ૨૮ ના ઉપભાગ (એ) અને (બી) પ્રમાણે અમલીકરણ થાય છે કે કેમ તેની ખાતરી આપવાની રહેશે.

    3. કલમ નંબર-૨૭ પ્રમાણે કોઈપણ શિક્ષક બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવાથી મુખ્ય ફરજો માથી વંચિત નથી રહેતોને તેની કાળજી લેવાની રહેશે.

    4. દરેક ગ્રામ્ય વિસ્તાર માથી બાળક નિયમિત પણે શાળામા હાજર રહે છે કે કેમ તેની ખાતરી કરવાની રહેશે.
    5. દર્શાવેલ દરેક નિયમોનું યોગ્ય પણે પાલન થાય છે કે કેમ તેનું ધ્યાન રાખવાનું રહશે.

    6. ધારા ક્રમાંક (૩)ના ઉપ ભાગ-૨ મા દર્શાવેલ પ્રમાણે કોઈપણ બાળક સાથે કોઈપણ પ્રકારની ગેરરીતી, શારીરિક કે માનસિક હેરાનગતિ, શાળા માથી નામ કમી કરવું કે અન્ય અસહનીય બાબતનું તુરંત જ સ્થાનિક સત્તાની ધ્યાનમા લાવવાનું રહેશે.

    7. નિયમ ક્રમાંક-૪ પ્રમાણે, દરેક કામની દેખરેખ અને તેની જરૂરિયાતો પર પૂરતું ધ્યાન આપી તેને અમલીકરણમા મુકવાનું રહેશે તથા દરેકનું નિયમિત પણે અવલોકન કરવાનું રહેશે.

    8. શારીરિક રીતે વિકલાંગ બાળકો તથા માનસિકરીતે અસ્વસ્થ બાળકોની નિયમિત પણે શાળામા હાજરી, તેમની જરૂરિયાતોનું ધ્યાન તથા બીજા બાળકો સાથેની તેમની હિસ્સેદારી બરાબર અને નિયમિત છે કે નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે.

    9. મધ્યાહન ભોજન વ્યવસ્થાનું અમલ બરાબર થાય છે કે નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે.
    10. શાળાના વાર્ષિક હિસાબ કિતાબ તથા તેમાં થયેલ ખર્ચની નોંધ રાખવાની રહેશે.
કોઈપણ એક્ટ હેઠળ તેના કાર્યો સ્રાવમાં સમિતિ દ્વારા પ્રાપ્ત થયેલ નાણાંને જમા કરવામાં આવશે અને તે નાણાની નોધણી અલગ ખાતામા કરવાની રહેશે. દર વર્ષ દીઠ તે ખાતાની ચકાસણી કરવામા આવશે.

પેટાનિયમ-૭ પ્રમાણે સમિતિ દ્વારા થયેલ કોઈપણ ખર્ચનો હિસાબ જે તે સમિતિના અધ્યક્ષ કે ઉપઅધ્યક્ષની સહી સાથે સ્થાનિક સત્તાને એક મહિનાની અંદર તે ખર્ચનો હિસાબ આપવાનો રહેશે.

આ સમિતિ દર શૈક્ષણિક શાળા વિકાસ નિયમ 17 હેઠળ તૈયાર યોજનાના અમલીકરણના રિપોર્ટ તથા વર્ષના અંતે તેની આકારણી આપી, વાર્ષિક અહેવાલ તૈયાર કરવાનો રહેશે. આ અહેવાલ વર્ષ દરમ્યાન સમિતિ દ્વારા હાથ ધરવામાં પ્રવૃત્તિઓ સંક્ષિપ્ત એકાઉન્ટ્સ ધરાવે છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે. આ અહેવાલની એક નકલ ક્લસ્ટર રિસોર્સ કેન્દ્ર સંબંધિત કોઓર્ડિનેટરને મોકલવામાં આવશે, અને તેને ગ્રામ સભામા પણ મુકવાની રહેશે.

આ સમિતિ એક ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછી એક વખત મળવાની અને બેઠકો કરવાની રહેશે. આ બેઠકોમાં લેવાયેલ તમામ નિર્ણય યોગ્ય રીતે સુચી બનાવી તેને જાહેરમા ઉપલબ્ધ કરવાની રહેશે.


2 comments:

  1. મફત અને ફરજિયાત શિક્ષણના ભાગ રુપે જિલ્લાઓના બી.આર.સી. ભવનની નેટ ઉપર મુલાકાત લેતાં રાણાવાવના બી.આર.સી. ભવનના બ્લોગ ઉપર ઘણીં વિગતો જોઈ. પોરબંદર જિલ્લાના રાણાવાવ બી.આર.સી. ભવનના કોઓર્ડિનેટર શ્રી લાખાભાઈ લીલાભાઈ અને રાણાવાવની ટીમને અભિનંદન છે

    ReplyDelete
  2. Of course, appropriate VA forms would need to be completed for entitlement being restored my website when referring
    to your mortgage loan modification your credit is not
    analyzed.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર