welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 2 November 2013

ઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.

ઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.

હીન્દુઓનો મોટો તહેવાર ધનતેરસ કે દીવાળી આવે અને ઘુવડને ધ્રાસકો પડે.

વીષ્ણુની પત્ની લક્ષ્મી અને લક્ષ્મીનું વાહન ઘુવડ. આ ઘુવડનું બલીદાન આપીએ તો લક્ષ્મી ઘરમાં આવે. આ ઘુવડ રાતે ફરે અને માનવ વસવાટથી દુર રહે. ભટકતાં રાતે વસ્તીમાં ચડી આવે. એનું મોઢું, આંખો, કાન, મોઢું ફેરવવાની વીધી, વગેરે વીચીત્ર હોવાથી આખી દુનીયામાં લગભગ બધા ધર્મના બધા લોકો એને અપશુકનીયાળ સમજે છે.

ઘણાં લોકો ગાય, ભેંસ, પાડા, બકરા કે મુરઘાનું બલીદાન આપે કોઈક વળી મુર્તી આગળ જવ કે ચોખા બલીદાન કરે. કોઈક દુધ ચડાવે. જેમને ધન સંપતી જોઈતી હોય એ ઘુવડનું બલીદાન કરે. વીષ્ણુની પત્ની લક્ષ્મીને રાજી રાખે.

છાપાઓમાં ધન અને લક્ષ્મી પુજન વીશે લેખ આવે કાળી ગાયના મોઢા ઉપર સફેદ ચાંદલો હોય એનું દુધ, બકરીની ગ્રીન કે પીળા કલરની લીંડી, ચાર અલગ અલગ કુવા, નદી અને તળાવનું પાણી, આંખલાએ જમીન ઉપર શીંગડાથી ઉખાડેલ માંટી, હાથીના પગની ધુળ રજ, રાત્રી જાગરણ, આમ બેસવું, આમ મોઢું રાખવું, હાથની આંગળીઓ અને અંગુઠાની વીધી અને મુદ્રા વગેરે પુજારી, સાધુ કે તાંત્રીક બતાવે અને બલીદાન દેવાય.

પુજારી, સાધુ કે તાંત્રીકને ખાવા માટે માંસ કે ભીક્ષા મળે અને ધન પ્રાપ્ત થાય. આ વીધી એટલે સુધી કે માણસનું મૃત્યુ થાય પછી નદી કીનારે જેમકે ગંગા, નર્મદા, નાસીક જાય અને ત્યાં આવા પુજારી, સાધુ કે તાંત્રીક એમની રાહ જોઈ બેઠા હોય અને પીતૃ તર્પણ કરે. કાલ સર્પ જેવી વીધી કરે અને લોટ કે માંટીની માનવ આકૃતી બનાવી એનું બલીદાન આપે. અનાજ, કઠોડ, દુધ, ઘી, પ્રાણી, પક્ષી વગેરેનું બલીદાન આપે.
ઘુવડ કે ઉલ્લુ હવે ભેગા થઈ ગયા છે અને ઉલ્લુ માણસ વીશે જોક બનાવશે. વીષ્ણુની પત્ની લક્ષ્મી ઉપર આરોપ મુકશે. ઘરુડ કે ઘુવડ હવે વીષ્ણુનું બલીદાન આપશે વોહી ધનુષ વોહી બાણ....












 ઉપરના ચીત્રો માટે ગુગલ મહારાજના અધીક્ષક ઈજનેરની ઓફીસે મદદ કરેલ છે.

1 comment:

  1. દિવાળીની ખુબ શુભેચ્છાઓ અને નુતન વર્ષાભીનંદન, નવું વર્ષ આપને તન ને તંદુરસ્ત, મન ને મહેકતું અને ધનથી છલકાતું રાખે એવીજ પ્રભુ પાસે પ્રાર્થના.....રીતેશ

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર