સગા દીઠા શાહ આલમના શેરીએ ભીખ માંગતા....
૧૧૯૧ પછી પૃથ્વીરાજ ચૌહાણ અને મુહમ્મદ્દ ગોરી વચ્ચે બે લડાઈ થઈ
અને દીલ્લી શાસનની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ.
અને દીલ્લી શાસનની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ.
પછી કુતનદ્દીન ઐબક, રઝીયા સુલતાન, મહમ્મદ તઘલખ, સીકંદર લોદી, ઈબ્રાહીમ લોદી, અને ઠેઠ ૧૫૩૦માં મોગલવંશનો સ્થાપક હુમાયુ દીલ્લીની ગાદી ઉપર બેઠો.
૧૬૫૯માં ઔરંગઝેબ અને ૧૭૦૭માં શાહ આલમ આવ્યો. જેના સગાવહાલા શેરીએ શેરીએ ભીખ માંગતા હતા.
૧૮૫૭ના બળવા પછી બ્રીટીશોના વાઈસરોયનો જમાનો આવ્યો.
જેમકે કેનીંગ, લોરેન્સ, મેયો, ડફરીન, કર્ઝન, મીન્ટો, હાર્ડીંગ્જ, ઈરવીન, વેવલે અને ૧૯૪૭માં માઉન્ટબેટન આવ્યા.
૧૯૪૭માં દેશ આઝાદ થયો અને જવાહરલાલ નેહરુથી વડા પ્રધાનનો જમાનો આવ્યો.
હાલે ૨૦૧૩માં મન મોહન સીંહ વડા પ્રધાન છે.
હાલે ૨૦૧૩માં મન મોહન સીંહ વડા પ્રધાન છે.
છેલ્લા ૩-૪ દીવસથી ગુજરાતી, હીન્દી, અંગ્રેજી, દેશ, વીદેશના છાપાઓમાં
ભારતની ગરીબી ઉપર મોટા મોટા લેખ અને સમાચાર આવે છે.
ભારતની ગરીબી ઉપર મોટા મોટા લેખ અને સમાચાર આવે છે.
નીચેની લીન્ક ક્લીક કરી વાંચો ગરીબાઈ ઉપરના સમાચાર.
મીત્રો વીકીપીડીયા પોવર્ટી ઈન ઈન્ડીઆ ઉપર અને બીબીસી અંગ્રેજી ઉપર બધા અંગ્રેજી છાપા તથા મોટા મોટા અર્થશાસ્ત્રીઓની લીન્ક અને નોંધ છે તે પણ જોવા વીનંત્તી.
ReplyDeleteગરીબીની વાતો કરનારો કોઈ નેતા ગરીબી જાણે છે ખરો ? આવી ક્રુર મજાકો ક્યાંય સાંળી નો’તી. રાજબબ્બર ૧૫ રુ.માં ભાણું જમવાની વાત કરતી વખતે કેટલો હસતો હતો તે જોયો ?! કેટલાક ફીલ્મી ને ક્રીકેટીયાઓ દેશને હાસ્યનું માધ્યમ બનાવી રહ્યા છે....
ReplyDeleteઆમાંના સૌકોઈનાં સગાં ભીખ મંગાવશે...ને સાત પેઢી સુધી દુખી નહીં થાય.
આપણા દેશના ગરીબો જ્યાં સુધી અભણ છે ત્યાં સુધી. ધીમે ધીમે જમાનો બદલાઈ રહ્યો છે, ગરીબોના છોકરા પણ ભણતા થયા છે, ગરીબોના ઘરોમાં પણ ટીવી આવ્યા છે અને હાથમાં મોબાઈલ. એમ્પાવરમેન્ટ વધી રહ્યું છે. જો આ મીંઢા રાજકારણીઓ સુધરશે નહી અને એમની હરકતો છોડશે નહી તો ૧૮૫૭ના વિપ્લથી પણ મોટો કે ભાગલા વખતના રમખાણોથી પણ મોટો એવો તો બળવો થશે કે એ લોકો રાતે પાણીએ રોશે. ભગવાનને પ્રાર્થના કરો કે આ ગરીબોને સબળ બનાવે...
ReplyDeleteમોબાઈલ, ઈન્ટરનેટ, વેબ, ટીવીના કારણે અભ્યાસ અને કેળવણીનું મહત્વ બધાને સમજાઈ ગયું છે.
Deleteજમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે અને ભારતના લોકો એમાં પાછળ રહી જાય એ શક્યતા હવે ઓછી થતી જાય છે.