welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Sunday 5 January 2014

કુતરા વીશે રીપોર્ટ તૈયાર થાય છે. છ વીધ્યાર્થીઓ રીપોર્ટ લખવામાં મશગુલ દેખાય છે....

કુતરા વીશે રીપોર્ટ તૈયાર થાય છે. છ વીધ્યાર્થીઓ રીપોર્ટ લખવામાં મશગુલ દેખાય છે....

ઉત્તર કોરીયાના તાનાશાહ કીમ જોંગે સત્તા ઉથલાવવાના પડકાર માટે ૧૨૦ શીકારી કુતરાઓને ૩-૪ દીવસ ભુખ્યા રાખી કાકા અને ફુઆને કુતરાના પાંજરામાં છોડ્યા અને એક કલાકમાં શીકારી કુતરા બધા છ જણાંને ખાઈ ગયા.

ભારતની રાજદુત દેવયાની ખ્રોબગેડેને અમેરીકાએ કપડાં ઉતારી કરેલ તપાસના સમાચાર ઘણાં દીવસથી રોજ આવે છે.

આમ આદમી પાર્ટી એટલે કે આપ પાર્ટીના અરવીંદ કેજરીવાલ દીલ્લીમાં ૬-૮ દીવસ અગાઉ નવા મુખ્ય મંત્રી બન્યા છે અને હવે ૨૦૧૪ની લોકસભાની ચુંટણી વખતે ઘણાં ઉમેદવાર ઉભા રાખશે.

કાશ્મીર બાબત પાકીસ્તાન સાથે ભારતે સમજુતી માટે શું વાત કરેલ છે?

લોકસભાની ચુંટણી પહેલાં ત્રીજા મોર્ચાનો નેતા કોણ?

ધુમ્મસના કારણે ઉત્તરભારતમાં લાંબા અંતરની ઘણી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર.

મહારાષ્ટ્રમાં મુંબઈ થાણા નજીક માલસેજ ઘાટ ઉપર બસ ઉથલી ૩૦૦/૪૦૦ ફુટ નીચે ઉંડી ખાઈમાં પછડાઈ અને ૨૦-૩૦ પ્રવાસી મુસાફરોનું મૃત્યુ.

આ સમાચાર બાબત કંઈક લખવા વીચારતો હતો.  સવારના વહેલા ઉઠી કામ પતાવી આજે લોકલ ટ્રેન વ્યવહાર મેઘા બ્લોકના કારણે બંધ જેવો છે અને ક્યાંયે જવું નહીં વીચારી સમાચાર અને બ્લોગ જોતો હતો અને ગુજરાત રાજ્યના પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાની મસ્તી કી પાઠશાળા, નવાનદીસર પ્રાથમીક શાળાના બ્લોગ ઉપરથી ચાર ફોટા કોપી કરી પ્રોજેક્ટ રીપોર્ટ હેવાલ બનાવ્યો.

ચાર ફોટાઓ જ્યાંથી કોપી કરેલ છે એ બ્લોગનું સરનામું નીચે પ્રમાણે છે.




ઉપરના પ્રથમ ચીત્રમાં બાળકો ગોળાકાર બેઠા છે. બધા પાસે લખવા માટે પેડ, પાના, પેન છે. વર્તુળની વચ્ચે ગલુડીયું બેઠું છે. બે ઝાડ વચ્ચે દોરી ઉપર રંગીન કપડાં સુકે છે. ઝાડ પાસે એક ગાય અને વાછરડું દેખાય છે. સામે ઘણાં ઝાડ છે.


ઉપરના બીજા ચીત્રમાં ગલુડીયું બરોબર દેખાય છે. સામે ઈંટોનું મકાન, સાઈકલ, છાંણા દેખાય છે. બાળકો વીચાર કરે છે.


ઉપરના ત્રીજા ચીત્રમાં સામેની ત્રણે વીધ્યાર્થીનીઓ ગલુડીયું ફોટા માટે બેસી ગયેલું જોઈ રાજી થાય છે.


ઉપરના આ ચોથા ચીત્રમાં કુતરા વીશે રીપોર્ટ તૈયાર થાય છે. છ વીધ્યાર્થીઓ રીપોર્ટ લખવામાં મશગુલ દેખાય છે....



No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર