welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 13 January 2014

મહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને મળ્યો હક્ક. શાળા છોડવાના પ્રમાણપત્રમાં હરિજન શબ્દ લખ્યો હશે તો પણ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મળશે: ૧૯૫૦ પહેલાંના પુરાવા રજૂ કરવાની શરત રદ.

મહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને મળ્યો હક્ક.  શાળા છોડવાના પ્રમાણપત્રમાં હરિજન શબ્દ લખ્યો હશે તો પણ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મળશે: ૧૯૫૦ પહેલાંના પુરાવા રજૂ કરવાની શરત રદ.

મુંબઈ સમાચાર :  સોમવાર તારીખ ૧૩-૦૧-૨૦૧૩ના સમાચાર.



મુંબઈ: મહારાષ્ટ્રમાં જેમની વસ્તી ૧૮ લાખ જેટલી મોટી છે તેવા ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને દોઢ દાયકા બાદ તેમનો અધિકાર ફરીથી મળ્યો છે. મહારાષ્ટ્રમાં ૧૯૫૦ પહેલાંથી રહેવાની જે શરત હતી તેને પણ માફ કરીને ૧૯૬૦ પહેલાંના વાસ્તવ્યના પુરાવાને આધારે પણ આવા લોકો હવે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવી શકશે. જેનાથી તેમને શિક્ષણ અને સરકારી નોકરીના બધા જ લાભો મળતા થશે.

હરિજન રુખી (ભંગી) વિકાસ પરિષદના સેક્રેટરી જગદીશ સોલંકીએ આપેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં હરિજન, ભંગી, રુખી, રુખી-વાલ્મિકી, વણકર, રોહિદાસ, ગલબા અને માહ્યાવંશી જેવા ગુજરાતીભાષી અનુસૂચિત જાતિના લોકો વર્ષોથી રહે છે, પરંતુ તેમને અનુસૂચિત જાતિના હોવા છતાં આ જાતિના લોકોને મળનારા લાભો મળતા નહોતા.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે બંધારણના અનુચ્છેદ ૩૪૧ના આધારે તેમના અધિકારનો ઉપયોગ કરીને ૧૦મી ઑગસ્ટ ૧૯૫૦ના રોજ ત્યારના મુંબઈ પ્રાંતમાં વસવાટ કરનારાની અનુસૂચિત જાતિની યાદી જાહેર કરી હતી. ૧ મે, ૧૯૬૦માં મુંબઈનું વિભાજન થયું અને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક એમ ત્રણ રાજ્યમાં વહેંચાઈ ગયું. મહારાષ્ટ્રની ફેરરચના બાદ જે ભાગ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત રાજ્યોમાં ગયો છે તેમાં વસવાટ કરનારા અનુસૂચિત જાતિના લોકોને પણ જાતિ પ્રમાણપત્રો અને અનુસૂચિત જાતિના લાભ મળી શકશે. મુંબઈ હાઈકોર્ટે આ મુદ્દે આપેલા ચુકાદાને આધારે હવે મહારાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે અરજીકર્તાના પિતા/દાદા/ફઈબા/કાકાના ભાઈઓના રુખી/ભંગી વગેરે જાતિ બાબતના પ્રમાણપત્રો સક્ષમ અધિકારી પાસે રજૂ કરવામાં આવશે અને ૧૯૬૦ પહેલાંથી એટલે કે મહારાષ્ટ્ર રાજ્યનું નિર્માણ થયું તે પહેલાંથી તેમના વડવાઓ રાજ્યના વતની હોવાનું સિદ્ધ થતું હશે તો તેમના દસ્તાવેજોને આધારે તેમને જાતિ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ લોકોને માટે ૧૯૫૦ની પહેલાંના વસવાટનો પુરાવો આવશ્યક રહેશે નહીં. આવી જ રીતે સ્કૂલ છોડવાના પ્રમાણપત્રમાં જાતિ હરિજન તરીકે લખવામાં આવી હોય તેઓ પણ પોતાની જાતિના પ્રમાણપત્રો માટે જ્ઞાતિ મંડળ દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર રજૂ કરશે તો તેમની જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવશે, એમ રાજ્યના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન શિવાજીરાવ મોઘેએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે મોડે મોડે પણ જાગીને જે પગલું લીધું છે તેનાથી મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને પ્રગતિના માર્ગે આગળ વધવાની તક મળશે.

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર