welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday, 25 August 2012

નગુણા રાજકારણીઓ અને નઘરોળ સમાજ! અનુસંધાન - ખલીલ ધનતેજવી : વાંચવા મુંબઈ સમાચાર ૨૫.૦૮.૨૦૧૨માં ઉપરની લીન્કને જુઓ.


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=61927
નગુણા રાજકારણીઓ અને નઘરોળ સમાજ!  અનુસંધાન - ખલીલ ધનતેજવી :  વાંચવા મુંબઈ સમાચાર ૨૫.૦૮.૨૦૧૨માં ઉપરની લીન્કને જુઓ.

છેવટે અણ્ણા હઝારે ભાગેડુ પુરવાર થયા છે. વિકલ્પ શોધવાના બહાને અનશન છોડીને ભાગ્યા. અમે તો પહેલા જ દિવસે અનશન પર ઉતરેલી અણ્ણા ટીમના તેવર જોઈને જ જાણી ગયા હતા કે અણ્ણાનું આંદોલન રાજકીય પ્રપંચ છે અને એ સૌથી પહેલાં અમે જ લખ્યું હતું ને કેટલાક અણ્ણાપ્રેમીઓની નારાજગી પણ વહોરી હતી. સૌથી પહેલાં અમે એ પણ લખ્યું હતું કે લોકપાલની રચના થાય તો પણ એના સભ્યોમાં ફરિશ્તા નહિ હોય - માણસો જ હશે એટલે લોકપાલ ભ્રષ્ટાચારનું એક નવું કેન્દ્ર બનશે! લોકપાલ તો આવ્યું નહીં પણ અણ્ણા મેદાન છોડી ગયા! અણ્ણા સામે અમને હજી પણ વાંધો છે કે અણ્ણા ટીમે અનશન જેવા ગાંધીશસ્ત્રને મજાક બનાવી દીધું. આમરણાંત ઉપવાસની વ્યાખ્યા જ બદલી નાખી! આમરણાંતનો અર્થ એ કે કાં તો મુદ્દો અને કાં તો મૃત્યુ! બેમાંથી કોઈ એકનો અંત આવે જ! એ દષ્ટિએ આમરણાંત એક જ વાર હોય.

અણ્ણા ટીમે વારંવાર આમરણાંતનો ઉલ્લેખ કરીને પ્રજાની લાગણીઓને છેહ દીધી છે! ખરેખર તો અણ્ણા ભેરવાઈ ગયા હતા અને ગળામાંથી ગાળિયું કાઢવાની તક શોધતા હતા. એ તક જાતે ઊભી કરવી પડી. રાજકીય વિકલ્પની શોધ, એ તો કેજરીવાલના કારસ્તાનમાંથી છટકી જવાનું એક બહાનું છે. કોઈ વિકલ્પ જડવાનો નથી. મારીમચડીને વિકલ્પ ઊભો કરાશે તો એમાં અણ્ણા હઝારે તો નહીં જ હોય!

પ્રસારમાધ્યમોએ શરૂઆતમાં જ અણ્ણા હઝારેને એવા માથે ચડવ્યા કે અણ્ણાને મસ્તી ચડી, અણ્ણા ત્યારથી જ પ્રચારભૂખ્યા થઇ ગયા, પરંતુ અણ્ણા આંદોલનમાં ધીમે ધીમે માનવ ભીડ ઘટવા માંડી અને અણ્ણા ધીમે ધીમે હતાશ થવા લાગ્યા!

હવે કેશુભાઈનું શું થશે? જંતરમંતર પર સમર્થકોની અછતને કારણે અણ્ણા આંતરિક રીતે પીડાતા હતા ત્યારે અહીં આપણને વરસાદની અછત પજવતી હતી. જુલાઈ મહિનાની છેલ્લી તારીખે વરસાદના બે ઝાપટાં પડી ગયાં. પણ આપણે તો હેલીના માણસ! ઝાપટાંને અમિછાંટણા કહીને સંતોષ માણવાનું આપણને ના ફાવે!

પણ એના આગલા દિવસે અભિનય સમ્રાટના હુલામણા નામે ઓળખાતા પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી વડોદરાના રંગમંચ પર મન મૂકીને વરસ્યા! વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત એકપાત્રી નાટક ‘કર્મયોગી’ દ્વારા ઉપેન્દ્ર ત્રિવેદી એકલા પોતે જ પોતાનો આખો કબીલો લઇને મંચ પર આવ્યા હોય એવી ભીડનો આભાસ એમણે એકલાએ ઊભો કર્યો ત્યારે અભિવ્યક્તિ માટે નાટક કેવું શક્તિશાળી માધ્યમ છે એની સાબિતી મળી!

ઉપેન્દ્ર ત્રિવેદી એકલા જ મંચ પર હતા છતાં મ્યુ. કોર્પોરેશનનો આખો સ્ટાફ મંચ પર હાજરાહજૂર હરતો ફરતો ને બોલતો વરતાયો હતો. સર્વોચ્ચ અધિકારીથી માંડીને ચોથા દરજ્જાના કર્મચારી સુધ્ધાંને આવરી લેતી સાત સાત ભૂમિકા એકલા ઉપેન્દ્ર ત્રિવેદીએ રજૂ કરીને કોર્પોરેશનની કાર્યસિદ્ધિની પ્રશંસાના મધમાં કર્મચારીઓની લાલિયાવાડીની કડવાશ પણ પ્રેક્ષકોને ચટાડીને એ કડવાશ ચાટીને ય બધા તાળીઓ પાડતા હતા. ખરો કસબ તો એ હતો કે સ્ટાફની નગુણાઈ કે નઘરોળપણા પર એવી સહજ સલૂકાઈથી ચાબખા માર્ય કે મેયર અને કમિશનર સહિત સમગ્ર સ્ટાફ ખડખડાટ હાસ્ય સાથે તાળીઓનો વરસાદ વરસાવતા હતા! એ માટે ઉપેન્દ્ર ત્રિવેદીને અભિનંદન આપવા ઘટે!


No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર