welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 9 August 2012

નર્મદા ડેમ છલકાયો. મંગળવાર ૭મી ઓગસ્ટ, ૨૦૧૨ના ડેમના ઓગન ઉપર ૬.૩૮ મીટરથી પાણી જતું હતું. કરોડો અબજો લીટર પાણી દરીયામાં વહી ગયું. કચ્છના લોકો અને જનાવરોને દસ વરસ ચાલે એટલું મીઠું તળાવ કે ડેમનું પાણી ભરુચ અને અંકલેશ્વરની વચ્ચેથી દરીયામાં મળી ગયું. આ છે નરેન્દ્ર મોદીની આવડત. જાપાન કે અમેરીકા જાવા કરતાં ચીનના દુકાળીયા પ્રદેશમાં જઈ એ લોકો હીમાલયની નદીઓના પાણીને કેવી રીતે સંગ્રહી સાચવે છે એનો અભ્યાસ કરવો જોઈએ.

નર્મદા ડેમ છલકાયો. મંગળવાર ૭મી ઓગસ્ટ, ૨૦૧૨ના ડેમના ઓગન ઉપર ૬.૩૮ મીટરથી પાણી જતું હતું. કરોડો  અબજો લીટર પાણી દરીયામાં વહી ગયું. કચ્છના લોકો અને જનાવરોને દસ વરસ ચાલે એટલું મીઠું તળાવ  કે ડેમનું પાણી ભરુચ અને અંકલેશ્વરની વચ્ચેથી દરીયામાં મળી ગયું. આ છે નરેન્દ્ર મોદીની આવડત. જાપાન કે અમેરીકા જાવા કરતાં ચીનના દુકાળીયા પ્રદેશમાં જઈ એ લોકો હીમાલયની નદીઓના પાણીને કેવી રીતે સંગ્રહી સાચવે છે એનો અભ્યાસ કરવો જોઈએ.


4 comments:

  1. http://www.divyabhaskar.co.in/article/DGUJ-river-water-on-bridge-3630266.html

    નર્મદા ડેમ ૬.૩૮ મીટર ઉપરથી ઓવરફ્લો થતાં તંત્ર હાઇએલર્ટ : નર્મદા નદીમાં ઠલવાતા ૭.૨પ લાખ કયુસેક પાણીના વિપુલ જથ્થાને કારણે

    મધ્યપ્રદેશમાં પુરને પગલે નર્મદા ડેમ ૬ મીટર ઉપરથી છલકાઇ ઉઠતા ગોરાપુલ ઉપરથી ધસમસતા પાણી ફરી વળતા કેવડિયા અને રાજપીપળા વચ્ચે આવેલા ૧૦ ગામો બુધવારે સાંજે સંપર્ક વિહોણા બન્યાં હતાં.

    સરદાર સરોવર નર્મદા ડેમ મધ્યપ્રદેશમાં આવેલા પુરને કારણે મંગળવારથી છલકાવાનો શરૂ થતા ડેમમાંથી ઓવરફલો થકી છલકાઇ રહેલા ૮.૬૬ લાખ કયુસેક પાણીનાં વિપુલ પ્રવાહને પગલે નર્મદા નદીમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે.

    સાંજે પ.૩૦ કલાકે નર્મદા ડેમ નજીક આવેલા ડૂબાડૂબ ગોરા બ્રિજ ઉપરથી ઓવરફલો થઇ નદીમાં ઠલવાતા પાણીનો વિપુલ પ્રવાહ ફરી વળતા વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ થઇ ગયો હતો. ગોરા બ્રિજ ઉપરથી નદીનાં પાણી ફરી વળતા વાઘડીયા, લીમડી, નવાગામનાં લોકોનો સંપક રાજપીપળાથી તૂટી ગયો હતો. જયારે ગોરા, પીપરીયા, ભણાદ્વા, બોરીયા, ઉમરવા ગામ કેવડિયાથી સંપર્ક વિહોણા બન્યા હતા.

    નર્મદા નદીમાં ઉભા થયેલા સંભવત પુરની પરિસ્થિતિને પહોંચીવળવા બુધવારે ભરૂચ જિલ્લા કલેકટર રૂપવંતસિંગ અને નર્મદા જિલ્લા કલેકટર પી.એ.સોમપુરાએ તાકીદની બેઠક બોલાવી હતી. સંભવત સ્થિતિમાં તમામ અધિકારીઓને એલર્ટ કરી દઇ રજાઓ રદ કરવામાં આવી છે. પુરના પગલે નિચાણવાળા વિસ્તારોમાં જો સ્થળાંતરની શકયતા ઉભી થાય તો તમામ તૈયારીઓ હાથ ધરવા જણાવી દેવાયું છે. હાલ તંત્ર તમામ ગતિવિધીઓ ઉપર રાઉન્ડ કલોક નજર રાખી કાંઠાનાં વિસ્તારોમાં સ્થળાંતર કરાવવાની સ્થિતિનું નિર્માણ થાય તો તેને પહોંચીવળવાની કાર્યવાહીમાં ખડેપગે કામગીરી બજાવી રહ્યું છે.

    નર્મદા ડેમની તુલના અન્ય ડેમ સાથે થઇ શકે નહીં

    સરદાર સરોવર નર્મદા ડેમ હાલ અધૂરો છે. ડેમની મહત્તમ ઊંચાઇ વધારી કામ પૂર્ણ કરવા માટે પર્યાવરણની મંજૂરી મળી ગઇ છે જયારે પુન:વર્સનની મંજૂરી હજી બાકી હોવાથી કામગીરી અટકી છે. આવી સ્થિતિમાં નર્મદા ડેમની તુલના રાજય કે દેશના અન્ય કોઇ ડેમ સાથે થઇ શકે નહિ‌. ડેમની હાલની સપાટી ૧૨૧.૯૨ મીટરની છે અને ડેમ અધૂરો છે. હાલ ડેમમાં તેની ખરેખર ક્ષમતા કરતા ૭પ ટકા જ જળસંગ્રહ અધૂરી કામગીરીના પગલે થાય છે. ડેમની મહત્તમ ઊંચાઇ ૧૪૬.પ૦ મીટર કર્યા બાદ ૩૦-૩૦ ફૂટનાં ૩૦ ગેટ લગાવ્યા બાદ ડેમની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થશે. જે બાદ જ ડેમની સરખામણી અન્ય ડેમો સાથે થઇ શકશે.

    અધિકારીઓ-કર્મીઓને ખડેપગે રહેવા આદેશ

    ઉપરવાસમાંથી સતત થઇ રહેલી પાણીની આવકનાં પગલે બુધવારે સાંજે ૭ કલાકે વિરાટ ધોધનાં રૂપે ૬.૬૦ મીટરથી ઓવરફલો થતા નર્મદા નદીમાં ઠલવાતા ૮.૬૬ લાખ કયુસેકને કારણે નર્મદા નિગમ અને ડેમ સત્તાધિશોએ જન્માષ્ટમીની રજા રદ કરી અધિકારીઓ અને કર્મચારીઓને ખડે પગે રહેવા સાથે અસરગ્રસ્ત તાલુકાના મામલતદારને પણ સુચનાઓ આપી દેવાઇ છે.

    નર્મદા ડેમ ૩ દિવસ સુધી ઓવરફલો રહેશે

    ઉપરવાસમાંથી થઇ રહેલી ૧૧.૮૬ લાખ કયુસેકસ પાણીની આવકથી મંગળવારે રાતે ૧૨.૧પ કલાકથી ડેમ ઓવરફલો શરૂ થયો છે. ઉપરવાસમાંથી પાણીની વિપુલ આવકને જોતા બંધ ૩ દિવસ સુધી ઓવરફલો રહશે. હાલ મહત્તમ પાણીનો વપરાશ કરીને મુખ્ય કેનાલ મારફતે તળાવો તેમજ નદીઓ ભરવા ઉપર ભાર મૂકાઇ રહ્યો છે. પી.એમ. પટેલ, મુખ્ય ઇજનેર, નર્મદા ડેમ

    ReplyDelete
  2. http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=60116

    ગાંધીનગર ઃ ગુજરાતમાં વગર વરસાદે જ દુકાળ જેવી પરિસ્થિતિમાં રાહત સમાન બનેલા સરદાર સરોવર બંધ ઉપરવાસના વરસાદથી આવી રહેલી ૧૧ લાખ ક્યૂસેક પાણીના આવરાથી મધરાત્રે જ ઐતિહાસિક સપાટી ૧૨૯ મીટરને પાર થઇ ગઇ. આજે સાંજે બંધની સપાટી ૧૨૭ મીટરથી ઉપર પહોંચી ગઇ હતી. બંધ તેની ઊંચાઇથી ૨૦ ફૂટે ઓવરફ્લો થઇ રહ્યો છે. ડેમમાંથી ૯.૫૦ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નદી કાંઠા અને ભરૂચ શહેર અને જિલ્લામાં પાણી ઘૂસી જવાની પૂરી શક્યતાને પગલે આ આખા વિસ્તારોમાં પૂરની એલર્ટ આપવામાં આવી છે.

    ગુજરાતના પાણી પુરવઠા અને સિંચાઇ પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં થયેલા ભારે વરસાદથી રાજયની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ૧૧ લાખ ક્યૂસેક પાણીનો આવરો થઈ રહ્યો છે. બુધવાર સાંજ સુધીમાં બંધ તેની સૌથી ઊંચી સપાટીએ એટલે કે ૧૨૭ મીટરથી ઉપર

    વહી રહ્યો છે. અગાઉ ૨૦૦૭માં ૧૨૭ મીટરની સપાટીએ ઓવરફ્લો થવાનો વિક્રમ હતો તે લગભગ તૂટી ગયો છે. બંધનું બાંધકામ ૧૨૧.૯૨ મીટર સુધીનું થયું છે. આ સપાટી ઉપરથી અત્યારે ૨૦ ફૂટે પાણી વહી રહ્યું છે. બંધમાંથી બુધવાર સાંજ સુધીમાં સરેરાશ ૯.૫૦ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી સોથી વધુ ખતરો ભરૂચ જિલ્લાના નદીકાંઠાના ગામો ઉપર તોળાયો છે. મધરાત્રે સરદાર સરોવર બંધની જળસપાટી વધીને

    ૧૨૯ મીટરથી પણ ઉપર પહોંચે તેવી પૂરી શક્યતાને પગલે કાંઠા વિસ્તારના તમામ ગામો અને ભરૂચના લોકોને સાબદા રહેવાની ચેતવણી આપવામાં આવી છે તેમજ તંત્રને પણ સાબદુ કરવામાં આવ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના પાણી ભયજનક ૨૯ ફૂટે પહોંચ્યાં છે.

    અછતની સ્થિતિ વચ્ચે જ બંધના ઓવરફ્લોથી થતા પાણીનો વધુને વધુ ઉપયોગ કરીને મુખ્ય કેનાલો દ્વારા બીજી નદીઓ, નાળાઓ અને તળાવો ભરવામાં આવશે. આ ઉપરાંત નર્મદાની મુખ્ય કેનાલનું ૪ હજાર ક્યૂસેકથી વધુ પાણી સાબરકાંઠાથી પાટણ સુધીની સુજલામ્ સુફલામ્ પાઇપલાઇન દ્વારા પણ નદીઓ અને નાળાઓમાં વહેતું કરવામાં આવી રહ્યું છે. એવું જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત તાપી નદી ઉપર આવેલા ઉકાઇ ડેમમાં ઉપરવાસના વરસાદથી બે લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.

    ReplyDelete
  3. http://www.gujaratsamachar.com/20120808/gujarat/ahd4.html

    ગુજરાતમાં અત્યારે અનાવૃષ્ટિને કારણે ચોતરફ પાણી માટે પોકારો ઉઠી રહ્યાં છે, તેવે સમયે પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ તરફથી કૃપા વરસી છે. સરદાર સરોવર નર્મદા ડેમ આવતીકાલ બુધવારની પરોઢે છલકાવાનો હોવાનો સુખદ સમાચાર મધ્યપ્રદેશ તરફથી સરદાર સરોવર નર્મદા નિગમને મળતાં આનંદ છવાઈ ગયો છે, કારણ આને લીધે પીવાના પાણી અંગેની ગુજરાતની ચિંતામાં થોડોક ઘટાડો થશે.
    મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાં મંગળવારની સવારથી ૧૧ લાખ ઘનફૂટ પાણી દર સેકન્ડે છૂટી રહ્યું છે અને એની સાથે નીચાણવાસમાંથી પણ પ્રતિ સેકન્ડ ૧ લાખ ઘનફૂટ પાણી ધસી રહ્યું છે, જેને કારણે નર્મદા ડેમમાં જંગી આવક શરૃ થઈ છે. સવારે નર્મદા ડેમમાં ૧.૯ લાખ ઘનફૂટ પાણીનો જથ્થો પ્રત્યેક સેકન્ડે આવતો હતો, તે સાંજના ૬ વાગ્યાના બુલેટિન પ્રમાણે દર સેકન્ડે ૭.૫ લાખ ઘનફૂટ ઉપર પહોંચ્યો છે. ૧૨૧.૯૨ મીટરની ઊંચાઈએ ઉભેલા ડેમમાં પાણીની સપાટી સાંજે ૬ વાગે ૧૧૮.૨ મીટરે પહોંચી છે અને બુધવારની વહેલી પરોઢે ૧૨૨-૧૨૩ મીટરની ઊંચાઈએથી ડેમનું શ્વેત પાણી મોટા ધબાકા અને ઘુઘવાટ સાથે નીચે પડવાનું શરૃ થતાં અદ્ભૂત નજારો સર્જાશે અને આહ્લાદક દ્રશ્ય ગુરુવાર સાંજ સુધી માણી શકાશે, એમ ટોચના સૂત્રો જણાવે છે.
    મધ્યપ્રદેશ તરફથી નર્મદા ડેમમાં પાણીની જંગી આવક શરૃ થતાં જ નર્મદા નિગમ એલર્ટ સ્થિતિમાં આવી ગયું છે. નર્મદા ડેમ છલકાતાં માનવ મહેરામણ ડેમ જોવા ઉમટે છે અને એને લીધે સર્જાતા નાના અકસ્માતોનો અનુભવ ધ્યાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ડેમસાઈટ ઉપર ખડકી દેવાયો છે તથા બેરીકેડ ગોઠવી ટ્રાફિક નિયમનના આદેશો આપી દેવાયા છે.
    ૧૨૧.૯૨ મીટરે નર્મદા ડેમ ભરાઈ જતાં ૧૨.૭ લાખ એકર ફૂટ પાણીનો સંગ્રહ થઈ શકશે, જે અત્યારે પાણી માટે લખખાં મારી રહેલી ગુજરાતની પ્રજાને આશીર્વાદરૃપ પુરવાર થશે.
    મોદી સરકાર સામે એ બાબતે રોષ ઠલવાઈ રહ્યો છે કે, જો ૧૦ વર્ષમાં નર્મદા યોજનાની કેનાલો તૈયાર થઈ ગઈ હોત તો અત્યારે જે ડેમમાં આવતું ૭૦ ટકા પાણી કોઈપણ પ્રકારના ઉપયોગ વિના નદીના પટ દ્વારા દરિયામાં વહી જાય છે તે દુઃખદ ઘટના રોકી શકાઈ હોત. આની સામે એવો સરકારી પ્રત્યુત્તર અપાઈ રહ્યો છે કે, જો ડેમ ઉપર દરવાજા મૂકીને તેને પૂર્ણતા ક્ષમતાએ એટલે કે ૧૩૮ મીટરની ઉંચાઈ સુધી લઈ જવાની પરમિશન નર્મદા કંટ્રોલ ઓથોરિટી તરફથી મળી હોત તો આજે જે ૧૨૧.૯૨ મીટરની ઊંચાઈના ડેમમાં ૨૯.૭ ટકા પાણીનો જીવંત સંગ્રહ થઈ શકે છે, તે સંગ્રહ ૧૦૦ ટકા થઈ શક્યો હોત!

    ReplyDelete
  4. http://www.sandesh.com/article.aspx?newsid=80078

    ગાંધીનગર, તા.૮

    અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભલે મેધમહેર ન થાય પરંતુ, આવતીકાલથી આ વિસ્તારોમાંથી વહેતી ૧૨ મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ જશે ! મધ્યપ્રદેશમાં બારેમેધ ખાંગા થતા ભરૂચ નજીક નર્મદા નદી પરના સરદાર સરોવર બંધ પહેલી વખત ૧૨૯ મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. આ પાણીને દરિયામાં જતુ અટકાવીને નર્મદા કેનાલ નેટવર્ક અને પાઈપલાઈન દ્વારા મહિ, સાબરમતી, વિશ્વામિત્રી, ખારી, બનાસ, પુષ્પાવતી, રૂપેણ જેવી નદીઓમાં પાણી છોડવામાં આવશે. એટલું જ નહિ,ઓવરફ્લો થતા નર્મદાના પાણીથી કડીના થોળ, વડોદરાના આજવા બંધ ડભોઈની વઢવાણા સિંચાઈ યોજના જેવા મોટા જળાશયો, ૩૫૦ તળાવો ભરવા ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

    કડીનું થોળ, વડોદરાના આજવા સાથે ૩૫૦ તળાવો ભરાશે

    સુજલામ સફલામના કમાન્ડ એરિયાના વાવેતરને જીવતદાન

    મહી, સાબરમતી, રૂપેણ, બનાસ, વિશ્વામિત્રીમાં નર્મદાનાં પાણી

    ગુજરાતની મોટાભાગની નદીઓ ઉપરવાસ એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થતા વરસાદને આધારે સૌથી વધુ પાણીની આવક મેળવે છે. ઉકાઈ, ધરોઈ, નર્મદા જેવા મહત્ત્વવના બંધો પણ મોટાભાગે અન્ય રાજ્યોના વરસાદ પર નિર્ભર છે. આ સ્થિતિમાં મધ્યપ્રદેશમાં પુરને કારણે નર્મદા પરના સરદાર સરોવર ડેમમાં પહેલી વખત બૂધવારની મધરાત બાદ પાણીની સપાટી ૧૨૯ મીટરથી વધી જશે. આ તકનો લાભ અછતગ્રસ્ત જાહેર થયેલા તાલુકાને થાય તે માટે મંત્રીઓની સબકમિટીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમ જણાવતા સિંચાઈ અને જળસંપત્તિમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, નર્મદામાં આવતું વધારાનું પાણી ડાયવર્ડ કરીને કેનાલના નેટવર્કથી પંચમહાલ, આણંદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ પહોંચાડવામાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી સુજલામ સુફલામ કમાન્ડ અરિીયા, વિરમગામ અને સાણંદ સુધી પહોંચતા કાંસ, ૧૨ મોટી નદીઓની આસપાસનો એરિયાના વાવેતરને સિંચાઈનો લાભ મળશે. આ વિસ્તારના ખેડૂતો ઉપરાંત કડીના થોળ, વિરોચનનગર, ડભોઈના વઢવાણા સિંચાઈ યોજના, દસ્કોઈ તાલુકા, કડાણા લીંક સિંચાઈ યોજના હેઠળના વિસ્તારોમાં વાવેતરને જીવતદાન મળશે. ૧૨૧.૯૨ મીટરની ઉંચાઈ ધરાવતા નર્મદા બંધથી વર્ષ ૨૦૦૭માં ૧૨૭ મીટરે પાણી વહ્યું હતું. તેમ જણાવતા મંત્રી નીતિન પટેલે ઉમેર્યુંરૂ હતું કે, આ વખતે મધ્યપ્રદેશમાં થયેલા વરસાદને કારણે પાણીની આવક ૧૧ લાખ ક્યુસેક થઈ છે. બૂધવારે રાત્રે નર્મદા બંધ ૧૨૯ મીટરથી ઓવરફ્લો થશે. અત્યારે કેનાલમાં ૨૨,૦૦૦ ક્યસેક પાણી વહી રહ્યું છે. જેને ૧૨ નદીને ૩૫૦ તળાવોમાં ભરવા સુજલામ સુફલામની ૮ પાઈપલાઈનથી લીંકઅપ કરાશે. પંમ્પિંગ કરાશે. ઉકાઈ બંધમાં પણ ૨ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સુરત જિલ્લાને પાણી મળશે.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર