મીત્રો, આ સાથે મેં પાડેલ ચાર ફોટા મુકેલ છે.
પ્રથમ ફોટોમાં ઘડીયાલ છે અને એમાં સમય ચેક કરી સરખો કરી ફોટો પાડેલ છે. હવે બધાના મોબાઈલમાં લગભગ સરખો અને સાચો સમય બતાવવામાં આવે છે અને એટલા માટે ફોટો મુકેલ છે.
બીજા ત્રણ ફોટા છે.
મુંબઈમાં ફુટપાથ ઉપર ત્રણ ત્રણ વાંસને બાંધી દોરી બાંધી ઉભા કરેલ છે. એક બાલીકા એના ઉપર આરામથી આવન જાવન કરે છે. આ કાંઈ સહેલું નથી.
સાધુ બાવાઓ મોક્ષની લાલચ આપે છે એ સહેલું છે અને આપણે તરત જ માની લઈએ છીએ. આ દોરી ઉપર પ્રયત્ન કરી નાની બાલીકા પાપી પેટ માટે મનોરંજન કરી જોનારા માંથી જેઆપશે એ આવક થશે એનાથી બે ચાર જણાંને રોટલો મળશે.
ફેસબુક, વોટ્સ એપ ઈંન્સ્ટાગ્રામ ઉપર કોપી કટીંગ પેસ્ટીંગ અને ફોરવર્ડ કરનાર માટે આ ચાર ફોટા છે. મીત્રો, સમય બદલાયો છે. હવે ચોક્કસ અને સાચો સમય આપણે જાણી શકીએ છીએ. આખા દેશના લોકો હવે એક જ સમય વાપરે છે.
તંગ દોરી ઉપર બાલીકા ચાલી શકે છે એટલે ફોરવર્ડ કરનાર મીત્રોને વીનંતી આપ પોતાની જાતે ફોટા પાડી કે લખાંણ કરી મોકલો. બીજાની ચવાઈ ગયેલ બે પાંચ હજાર વરસ અગાઉની ફીલોસોફી, સુવીચાર, સલાહ ન આપો.
આપણી પાસે આ સગવડ છે અને થોડોક પ્રયત્ન કરી પોતાની જાતે પોસ્ટ લખી કે ફોટો પાડી મુકો....
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર