welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 11 April 2014

ઊંટ અને બકરી. વરુ અને ઘેટું. રામ મંદીર, બંધારણની કલમ ૩૭૦ અને સમાન નાગરીક સંહીતા. બકરી, ઊંટ વરુ અને ઘેટાઓની કથાઓ ભાગ ૧, ૨, ૩,....૧૦૦, ૧૦૧,.... એમ જાણીશું...

ઊંટ અને બકરી. વરુ અને ઘેટું. રામ મંદીર, બંધારણની કલમ ૩૭૦ અને સમાન નાગરીક સંહીતા. બકરી, ઊંટ વરુ અને ઘેટાઓની કથાઓ ભાગ ૧, ૨, ૩,....૧૦૦, ૧૦૧,.... એમ જાણીશું...

તંબુમાં બકરી શા માટે બેઠી હતી અને ઊંટને તંબુમાં શા માટે જવું પડયું?

વરુને તો કોઈ પણ હીસાબે ઘેંટું ખાઈ જવું હતું.

આજ હાલત ભાજપના મેનીફેસ્ટોની છે. રામાયણ એ કથા કે વાર્તા છે અને લોકો એને સાચી સમજી રામને ભગવાન માને છે એનું મંદીર નરેન્દ્ર મોદીની સરકાર બનાવવા માંગે છે.

બાબરીનો ઢાંચો આયોધ્યામાં હતો એ છેલ્લા ૪-૫૦૦ વરસથી આખી દુનીયાને ખબર છે. સોમનાથ મંદીરથી રથયાત્રાઓ શરુ થઈ અને એવી એક યાત્રાને અંતે એ ઢાંચાને તોડી પાડવામાં આવ્યું. હજી કેટલી યાત્રાઓ અને ઢાંચા તોડવાનું બાકી છે એ નરેન્દ્ર મોદીને ખબર છે.

બાબરી મસ્જીદ તોડી નાખ્યા પછી દેશમાં થયેલ કોમી હુલ્લડમાં ઘણાં નાગરીકોના મોત થયા. બાબરી મસ્જીદ તોડી નાખ્યા પછી આંતકવાદીઓને જાણે પરમીટ કે મંજુરી મળી ગઈ અને ઠેર ઠેર દેશના નાગરીકોના સહારે આંતકવાદ વકરયો. આર્ટીકલ ૩૭૦ બાબત ૧૯૪૭ પછી ૧૯૫૦ વચ્ચે દેશના લોકોએ બંધારણમાં આમેજ કરી. કારણ? કરણસીંહના પીતાજી હરીસીંહ જમ્મુ કાશમીરના રાજા હતા. ભારતમાં જોડાવવાની આનાકાની કરતા હતા. રાજા હીન્દુ હતો અને બધી પ્રજા મુસ્લીમ હતી. 

૧૫.૮.૧૯૪૭ પછી પાકીસ્તાને કાંકરીચારો કરી જમ્મુ કાશ્મીરનો ઘણો પ્રદેશ કબ્જે કર્યો. પછી તો લશ્કરી કારવાઈ થઈ. યુનોમાં રજુઆત થઈ. શીમલા કરાર થયા અને ઝુલફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ ચડવું પડયું.. રાજા હરીસીંહનું મુંબઈ મહાનગરીમાં મરણ થઈ ગયું? કોને ખબર શું થયું?  

પાકીસ્તાન કાશ્મીરને પાકીસ્તાનનો ભાગ સમજે છે. જ્યારે ભારતનો કોઈ પણ સમાચાર પત્ર, વીધાનસભાઓ, ધારા સભાઓ અને સંસદ, લોકસભા કે રાષ્ટ્રપતી કાશ્મીરને ભારતનું અવીભાજ્ય અંગ સમજે છે.

આપણે જાણીશું આરટીકલ ૩૭૦ બંધારણમાંથી નીકળી જશે પણ કાશ્મીરનું શું થશે? ભારતનો કોઈ પણ નકશો જુઓ એમાં ઉત્તર બાજુ ગીલગીટ નામનો વીસ્તાર બતાવવામાં આવે છે. હીન્દ મહાસાગરના ચાર પાંચ કીલોમીટરના તળીયેથી મલેશીયાનું ગુમ થયેલ વીમાન મળી આવશે પણ આ ગીલગીટ ભારતના એક પણ નાગરીકને જોવા નહીં મળે...

બકરી, ઊંટ વરુ અને ઘેટાઓની કથાઓ ભાગ ૧, ૨, ૩,....૧૦૦, ૧૦૧,.... એમ જાણીશું...


https://www.facebook.com/notes/vk-vora/%E0%AA%8A%E0%AA%82%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%98%E0%AB%87%E0%AA%9F%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B2%E0%AA%AE-%E0%AB%A9%E0%AB%AD%E0%AB%A6-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B9%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%95%E0%AA%B0/869400663085507નરેન્દ્ર મોદીનું સોગંદનામું

હું નરેન્દ્ર દામોદરદાસ મોદી, ઉંમર ૬૩, અમદાવાદનો રહેવાસી, ૨૦-વડોદરા વીસ્તારમાંથી લોકસભાની ચુંટણીનો ઉમેદવાર ગંભીરતાપુર્વક પ્રતિજ્ઞા કરું છું અને સોગંદપુર્વક નીચે પ્રમાણે જણાવું છું.

પછી ઘણી વિગતો આપેલ છે જેમકે સરનામું, ટેલીફોન, ઈમેઈલ, ફેસબુકનું ખાતું, આવકવેરાની વીગતો, કોર્ટમાં ગુનાહીત કેસની વીગતો, સજાની વીગતો, જંગમ અને સ્થાવર અસ્ક્યામત કે મિલકતની વીગતો, વ્યવસાય અને ધંધાની વીગતો, શૈક્ષણીક લાયકાત અને છેવટે ખરાઈ અને એકરાર કે બધું સાચું અને ખરું છે. કાંઈ ખોટું નથી અને છુપાવેલ નથી. કોઈ સજાનો કેસ પડતર નથી.

લગ્નસાથીમાં જશોદાબેન નામ લખેલ છે અને જણાવેલ છે કે એમની અન્ય વીગતોની જેમકે આવકવેરાના રીટર્ન બાબતની વીગતો ખબર કે માહીતી ખબર નથી. (NOT KNOWN)

૨૦૧૪ના એપ્રીલ મહિનાની ૯ તારીખના રોજ અમદાવાદ ખાતે નોટરી, ભારત સરકાર, શ્રીમતી આર.પી.ચૌધરી, ગુજરાત સ્ટેટ સમક્ષ ખરાઈ કરી જુબાની આપેલ છે.


સહી/ નરેન્દ્ર મોદી...
 
 

3 comments:

 1. https://www.facebook.com/notes/vk-vora/%E0%AA%8A%E0%AA%82%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%98%E0%AB%87%E0%AA%9F%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B2%E0%AA%AE-%E0%AB%A9%E0%AB%AD%E0%AB%A6-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B9%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%95%E0%AA%B0/869400663085507

  ReplyDelete
 2. કલમ ૩૭૦ અને સમાન નાગરિક સંહિતા એનો બંધારણમાં ઉલ્લેખ છે અને એની છણાવટ કે હકીકત આપવી જોઈએ.

  ReplyDelete
 3. ==

  B. R. Ambedkar the principal architect of the Constitution of India, was against Article 370 and it was included against his wishes. Balraj Madhok reportedly said, Dr. Ambedkar had clearly told Sk. Abdullah: "You wish India should protect your borders, she should build roads in your area, she should supply you food grains, and Kashmir should get equal status as India. But Government of India should have only limited powers and Indian people should have no rights in Kashmir. To give consent to this proposal, would be a treacherous thing against the interests of India and I, as the Law Minister of India, will never do it." Then Sk. Abdullah went to Nehru, who directed him to Gopal Swami Ayyangar, who approached Sardar Patel asking him to do some thing as it was a matter of prestige of Nehru, who has promised Sk. Abdullah accordingly. Patel got it passed when Nehru was on foreign tour. On the day this article came up for discussion, Dr. Ambedkar did not reply to questions on it though he did participate on other articles. All arguments were done by Krishna Swami Ayyangar.  કોને ખબર ઉપરના લખાંણનો મતલબ શું થાય છે? એવું તો નથીને ભારત, પાકિસ્તાનની જેમ કાશ્મિર સ્વતંત્ર રાજ્ય છે અને પાકિસ્તાન અને ભારતે એ સ્વતંત્ર રાજ્યના હાલ હવાલ કરી કબ્જો જમાવી દીધો છે?

  ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર