ગુજરાત રાજ્યના શીક્ષણ વીભાગની વેબ સાઈટમાં માહીતી ૨૦૦૨-૨૦૦૩ વરસની છે. વેબ સાઈટ ઉપર ઘણાં બટન કે લેબલ છેલ્લા ચાર વરસથી કામ જ નથી કરતા.
પ્રાથમીક શીક્ષણના નીયામક, જીલ્લા શીક્ષણાધીકારી કે જીલ્લા પ્રાથમીક શીક્ષણાધીકારીના પોસ્ટલ સરનામા, પીન નમ્બર, ઈમેઈલ વગેરે ક્યાંયે મળશે નહીં. તાલુકા લેવલના બીઆરસી, સીઆરસી કોઓર્ડીનેટરોએ છેલ્લા ચાર વરસથી વેબ સાઈટ અપડેટ કરેલ નથી કે મુલાકાત લીધી નથી.
શીક્ષણ ખાતાની આ વેબ સાઈટમાં લોકો રસ લઈ સરકારી કર્મચારીઓને કામે લગાડશે તો પ્રાથમીક શીક્ષણમાં ભયંકર ક્રાંતી થવાની પુરી શક્યતા છે.
મુખ્ય મંત્રી, શીક્ષણ મંત્રી, શીક્ષણ ખાતાના સચીવો અને એમની નીચેના અધીકારીઓ કે કારકુનોને કામે તો લાગવું જ પડશે. નરેન્દ્ર મોદી, ભુપેન્દ્રસીંહ ચુડાસમા, વગેરેની વેબ સાઈટ અને ફેસ બુક, બ્લોગ ઉપર આ મેસેજ મુકેલ છે...
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર