welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 17 June 2013

હાજી કાસમ તારી વીજળી ડુબી. વીજળી કહે એમાં મારો વાંક નથી અને વીજળી મુસાફરો સાથે સામટી ડુબી. ઈતીહાસ લખવો અઘરો છે.

હાજી કાસમ તારી વીજળી ડુબી. વીજળી કહે એમાં મારો વાંક નથી અને વીજળી મુસાફરો સાથે સામટી ડુબી. ઈતીહાસ લખવો અઘરો છે.

વીજળી નામની આગબોટ ૧૯૮૮માં કચ્છના માંડવી બંદરથી નીકળી દ્વારકા, પોરબંદર થઈ મુંબઈ જતી હતી અને આ વીજળી આગબોટ ગુજરાતના માંગરોળ નજીક ડુબી ગઈ. એના પછી ટાઈટેનીકે એટલાન્ટીક મહાસાગરમાં ૧૯૧૨માં જળ સમાધી લીધી. ટાઈટેનીકના થોડાક માણસો બચી ગયા પણ વીજળીના હજારેક મુસાફરો અને એક પાટીયું પણ મળ્યું નહીં. બધા વાવાઝોડા કે વમળમાં દરીયામાં ચાલ્યા ગયા.
બન્ને જહાજ કપ્તાનની હઠને કારણે ડુબ્યા. અમારી વીજળી પાછી નહીં ફરે અને ટાઈટેનીકના કપ્તાને તો કોઈનું સાંભળ્યું નહીં.

હમણાં હમણાં ભારતીય જનતા પાર્ટી વીશે રોજ છાપાઓમાં સમાચાર આવે છે.

અગાઉ સોમનાથ રથ યાત્રા, બાબરી મસ્જીદ, મંદીર ત્યાંજ બનાવીશું અને વાજપેયીએ સરકાર પણ બનાવી પણ પછી લાલકૃષ્ણ અડવાણ્રી ન લાલ થયા ન કૃષ્ણ થયા અને નરેન્દ્ર મોદીને કારણે ગોવામાં ગેરહાજર રહ્યા અને પછી રાજીનામું મોકલી આપ્યું.

નરેન્દ્ર મોદીની હઠથી બીહારના શરદ યાદવ અને નીતીશ કુમારના જનતા દળે પણ જુનો સંબંધ તોડી નાખ્યો. હવે ભાજપ સાથે શીવસેના અને શીરોમણી અકાલીઓ જ છે જેમાં શીવસેના શીવાજીની જેમ ક્યારે ઔરંગઝેબના દરવાજે હાજર થઈ જશે એ સમાચાર આવવાના બાકી છે.

આ ટાઈટેનીક, વીજળી અને ભાજપનો સાચો ઈતીહાસ છે. લગભગ ૧૦૦૦ વરસ અગાઉ મુહમ્મદ ગજનવીએ સોમનાથ મંદીર ઉપર હુમલો કરેલ. ૫૦ હજારની કતલ કરેલ. સોમનાથ મંદીરની ધજા ફરકે છે ત્યાં સુધી કાંઈ નહીં થાય એમ જે પુજારીઓએ કહેતા હતા એ પુજારીઓને ગુલામ બનાવી એમની પાસેથી મજુરી કરાવી મુહમ્મદ ગજનવી માલ સામાન અને મંદીરના લીંગને ગજની લઈ ગયો.

લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથ મંદીરથી અયોધ્યાની રથ યાત્રાઓ કાઢી અને ભાજપે સરકાર પણ બનાવી. હવે લાગે છે કે કપ્તાનોને નશો આવી ગયો છે અને વીજળી જેમ નામ નીશાન ભુસાંઈ જવાની તૈયારીઓ ચાલુ છે.

લોકસભાની ચુંટણીઓ માટે નરેન્દ્ર મોદીને જે જવાબદારી સોંપવામાં આવી છે એનાથી નીતીશ ભાજપનું ગઠબંધન તુટયું છે.

2 comments:

  1. ગૌ મરવાની થાય ત્યારે ક્સાઈવાડે જાય! હવે એક વાત પાકી થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરે કે ન કરે,સત્તા હાથમાં નથી આવવાની.

    ReplyDelete
    Replies
    1. અયોધ્યા અને રામ મંદીરના મુદ્દામાં ભાજપમાં પહલે આપ, પહેલે આપની જેમ ગાડી છુટી જશે અને કોગ્રેસ ધક્કા મુક્કી કરીને ગાડીમાં ચડી જશે.

      Delete

કોમેન્ટ લખવા બદલ આભાર