વિજયના દ્વારે : બસ થોડી રાહ જુઓ...પછી શેનું કેન્સર
કેન્સરના ઇલાજ અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) સતત સંશોધન કરી રહ્યું છે. કેન્સર અટકાવવામાં ક્રાંતિ લાવનારા ઉપકરણો બે વર્ષમાં આવવાના છે. આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ ડૉ. વી.એમ. કટોચ જણાવી રહ્યા છે.
કેન્સરના ઇલાજ અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) સતત સંશોધન કરી રહ્યું છે. કેન્સર અટકાવવામાં ક્રાંતિ લાવનારા ઉપકરણો બે વર્ષમાં આવવાના છે. આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ ડૉ. વી.એમ. કટોચ જણાવી રહ્યા છે.
- મેગ્ના વિજ્યુલાઇઝર
દેશમાં મહિલાઓમાં સૌથી વધુ થનારા સવૉઇકલ કેન્સરની ઓળખ કરવા માટે આ મશીન ઉપયોગી છે. શરીરના અજબ રીતે ઉભરેલા અથવા અલગ રીતે દેખાઇ રહેલા ભાગ પર માત્ર તસ્વીર પાડવાથી જ થોડાક જ સેકન્ડમાં કેન્સર વિશે ખબર પડી જશે. હથેળીમાં જ આવી જનારાં આ મશીનની ટ્રાયલ દેશનાં ૩૦ સેન્ટરોમાં ચાલી રહી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં આ મશીન બધી સરકારી હોસ્પિટલોમાં પહોંચી જશે.
- મોલેક્યુલર ટેકનીક
મોબાઇલ જેટલી આ નવી ટેસ્ટ કિટ લોહીના સેમ્પલની તપાસથી જ કેન્સર ઓળખી પાડે છે. લગભગ ચાર કલાકમાં પરિણામ આપનારાં આ મશીન અંગે આઇસીએમઆરમાં જ ટ્રાયલ ચાલુ છે. આ મશીન ૨૦૧૪ સુધી તૈયાર થઇ જશે. તદુપરાંત મોઢાના કેન્સરની ઓળખ કરવા માટે કિટ બનાવાઈ છે. તેમાં બે વર્ષ લાગશે.
- એઇમ્સના એક્સપેરિમેન્ટ
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) કેન્સરના ઇલાજમાં ઘણા નવા પ્રયોગો અંગે કામ કરી રહી છે. કેન્સર વિભાગના વડા ડૉ. પી.કે. જુલ્કા એવી જ કેટલીક નવી થેરપી વિશે બતાવી રહ્યા છે.
- ટાર્ગેટેડ થેરપી
પશ્ચિમી દેશોમાં પહેલાથી જ ટાર્ગેટેડ થેરપી છે પરંતુ ભારતમાં આ બિલકુલ નવો પ્રયોગ છે. એઇમ્સે તાજેતરમાં જ તેનો પ્રયોગ શરૂ કર્યો છે. તેના હેઠળ શરીરમાં કેન્સરના મોલેકયુલને અલગ કરીને માત્ર તેનો ઇલાજ કરવામાં આવે છે. જીનની તપાસ કરીને માત્ર અસરગ્રસ્ત કોષોને ટ્રીટ કરવામાં આવે છે. તેનાથી સ્વસ્થ કોષો પર કોઇ અસર થતી નથી.
- ઇન્ડિવિડ્યુઅલ થેરપી
આ થેરપી બ્રેસ્ટ કેન્સર અને પેટના કેન્સરમાં સૌથી સચોટ ઇલાજ પુરવાર થઇ રહી છે. તમાં શરીરના અંગમાં કેન્સરથી અસરગ્રસ્ત મોલેકયુલને ઓળખ કરીને ઇલાજ કરવામાં આવે છે. ઓછા સમયમાં સચોટ ઇલાજની આ થેરેપી બહુ લોકપ્રિય થવાની છે.
- ટ્યુમર સપ્રેસર જીન
નવી દિલ્હીના વિજ્ઞાનીઓએ એવી જીન થેરપી બનાવી છે જે ટ્યુમરને વધતી અટકાવી શકશે. તેનું નામ સાઇટોક્રોમ સી ઓકસીડેજ (એસસીઓટુ) છે. સામાન્ય કોષો વૃદ્ધ થઇ ગયા પછી મરી જાય છે. તેને એપોપ્ટોસિસ કહેવામાં આવે છે પરંતુ કેન્સરના કોષો વૃદ્ધ થયા પછી પણ મરતા નથી. તેના કારણે ટ્યુમર બનવા લાગે છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢયું કે, એસસીઓટુ નામના આ જીનનો કેન્સરની ડ્રગ સિસપ્લેટિન અને ટેમાકસી લેનની સાથે ઉપયોગ કરવામાં આવે તો, ચાર સપ્તાહમાં ટ્યુમર થવાની સંભાવના ૮૫ ટકા સુધી ઓછી થઇ જાય છે.
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર