welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 12 October 2012

ગજેટ, સ્કેલ, ટાઈમ ગજેટ, સમય માપક યંત્ર, વરાળ ઘડીયાળ, ટાવર કલોક, ભીંત ઘડીયાળ, કાંડા ઘડીયાળ, ક્વાર્ટ્ઝ ઘડીયાળ અને છેવટે જમાનો આવ્યો ડીઝીટલ ઘડીયાળનો.


ગજેટ, સ્કેલ, ટાઈમ ગજેટ, સમય માપક યંત્ર, વરાળ ઘડીયાળ, ટાવર કલોક, ભીંત ઘડીયાળ, કાંડા ઘડીયાળ, ક્વાર્ટ્ઝ ઘડીયાળ અને છેવટે જમાનો આવ્યો ડીઝીટલ ઘડીયાળનો.

કાંઈ પણ માપવું હોય અને એ માટેનું યંત્ર જેવું કાંઈ સાધન હોય એને ગજેટ કહેવાય.

કરોડો, અબજો વરસથી એટલે કે બીગ બેન્ગ થીયરીના જમાનાથી સુરજ સવારના નીયમીત ઉગે છે અને સાંજ થાય એટલે આથમી જાય.

સમય માપવા માટે લોકો સમજતા સવાર થઈ અથવા સાંજ થઈ.

માનવ સમજણો થયો અને ધાર્મીક વીધી વીધાન માટે એને સમય માપવાની જરુર પડી અને રેતીના કણની કે પાણીના ટપક વાળી સાદી ઘડીયાળ એણે બનાવી.

વરાળના યંત્રો કામમાં આવ્યા અને રેલ્વેની શરુઆતને કારણે સમય માપવા માટે નવા યંત્રો કામમાં આવ્યા.

ભારતમાં રેલ્વેની શરુઆત થતાં સમય પત્રકની જરુર પડી. ગ્રીનવીચ મીન ટાઈમ અને રેડીઓના કારણે સમય  માપવા માટે વધુ ચોક્કસ ખબર પડી.

મુંબઈની લોક્લ ટ્રેન દર ૪-૬ મીનીટે પ્લેટ ફોર્મ પર આવે પણ ક્યારેક ૧૦-૧૫ મીનીટ બધી ટ્રેનો લેટ ચાલતી હોય.

છેલ્લા ૨૦-૩૦ વરસમાં ક્વાર્ટ્ઝ ઘડીયાળ અને પછી ડીઝીટલ ઘડીયાળે ઘણું બધું ફેરફાર કરી નાખ્યું. લોકો સેકેન્ડમાં ફેરફાર થાય છે એનો વધુને વધુ ઉપયોગ કરવા લાગ્યો.

૧૦૦ મીટરની દોડ કેટલી સેકેન્ડમાં પુરી થઈ એની માપણી બરોબર કરવા લાગ્યા.

જેટલા ઘડીયાળ એટલા અલગ અલગ સમય અને સાચો સમય તો જે  ઘડીયાળ ઉભો હોય એ જ બતાવે એ જમાનાનો અસ્ત થયો.

કોમ્પ્યુટર અને મોબાઈલના જમાનામાં હવે બધાના ઘડીયાળ એક જ સમય બતાવવા લાગ્યા. 

મુંબઈ કે અન્ય જગ્યાએ રેલ્વે પ્લેટ ફોર્મ ઉપર ડીઝીટલ ઘડીયાળ નીયમીત સાચો સમય બતાવતા થયા.
મારા બ્લોગ ઉપર સાચો ટાઈમ ગજેટ બતાવવા મને ગજેટની જરુર પડી.

મેં મારા બ્લોગ ઉપર  આ સમય માપક યંત્ર એટલે કે ડીઝીટલ ઘડીયાળ માટે લીન્ક આપી છે અને કોઈ પણ એને કલીક કરી સાચો ખરેખર સાચો ભારતીય સમય જોઈ સકે છે.

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર