welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Wednesday 17 February 2010

ધોરણ ૧૦ અને ૧૨માં સમાન અભ્યાસ ક્રમ

સમાન અભ્યાસક્રમ
અત્યાર સુધી ધોરણ ૧૦ અને ૧૨માં સમાન અભ્યાસ ક્રમ ન હોવાથી વીધ્યાર્થીઓને ઘણું નુકશાન થયેલ છે. દાખલા તરીકે ગુજરાતમાં વીધ્યાર્થીને અંગ્રેજી કે ગણીતમાં જે માર્ક્સ મળે અને બાજુમાં મહારાષ્ટ્રમાં વીધ્યાર્થીને જે માર્કસ મળે એમાં કોલેજમાં પ્રવેશ વખતે અલગ અલગ ધોરણ હતા. ઈજનેરી અને મેડીકલ કોલેજમાં ટેસ્ટ આપતી વખતે અલગથી અભ્યાસ કરવો પડતો હતો કારણ કે અભ્યાસ ક્રમ સમાન હતો જ નહીં.
હકીકતમાં આખા ભારતમાં લોકલ ભાષાને છોડીને બાકી બધા જ વીષયમાં સમાન અભ્યાસ ક્રમની ખુબજ જરુર હતી. લોકલ ભાષામાં પણ અમુક નીયમો સમાન હોવા જોઈએ. દાખલા તરીકે ધર્મ આધારીત ભજનો અને કવીતાઓનો કેટલો સમાવેશ કરવો અથવા કાઢી નાખવું.
મરાઠી કે ગુજરાતીમાં કૃષ્ણ આધારીત ભજનો અને કવીતાઓ એટલી બધી અભ્યાસક્રમમાં દાખલ થઈ ગઈ છે કે એની અસર ગણીત અને વીજ્ઞાન ઉપર પણ પડે છે. દુનીયાના લોકો શું વીચારે છે કે ગરીબાઈ હટાવવામાં શું કરે છે એને બદલે આપણે મીરાબાઈ, નરસીં મેહતા અને તુકારામના ભજન ગાઈએ છીએ.
મુંબઈ જેવા પંચરંગી શહેરમાં લોકલ ટ્રેનમાં ગીરદીના સમયે મરાઠી મરાઠી કે તુકારામના ભજનો કે રાડા રોડ સાંભળવા મળે છે.
સમાન અભ્યાસ ક્રમથી હરીફાઈ સરખી થાય છે એટલે કે જેમને આગળ કોલેજમાં ઈન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ મેળવવો હોય એ સમાન અભ્યાસક્રમ પ્રમાણે મેહનત કરી પોતાનું ભવીષ્ય નક્કી કરી શકે છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, બીહાર, ઉત્તર પ્રદેશ, બંગાળ કે તામીલનાળુમાં અંગ્રેજી, હીન્દી, વીજ્ઞાન, ગણીત, ભુગોળ કે ઈતીહાસ જેવા વીષયમાં સમાન અભ્યાસ ક્રમથી વીધ્યાર્થીઓ હવે એક સમાન શીખશે. એક સમાન અભ્યાસ ક્રમથી જે સારામાં સારું અને વધુ ઉપયોગી અને લાભદાયી હોય એ જ અભ્યાસક્રમ નક્કી થશે.
ઈતીહાસમાં કથાઓ અને ધર્મનું વર્ચસ્વ દાખલ થઈ ગયું છે એ ઓછું થઈ જશે. ભારતના નાગરીકોને ઔરંગઝેબ, શીવાજી, કૃષ્ણ, રામ અને શંકર વીશે જે સત્ય હોય એ જાણવા મળશે.

2 comments:

  1. આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે .મુલાકાત લેશો.http://rupen007.feedcluster.com/

    ReplyDelete
  2. દેશ આખામાં સમાન અભ્યાસક્રમની વાતો કરવી છે, અને આપણી ગુજરાતી ભાષાની જોડણીમાં પોતાનો નોખો ચોકો કરવાનું વ્યાજબી લાગે છે?
    -અશ્વિન ચંદારાણા (chandaranas@gmail.com)

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર