welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Tuesday, 19 December 2017

ચુંટણી ગુજરાતની


ચુંટણી ગુજરાતની

સોંમવાર ૧૮.૧૨.૨૦૧૭ના સવારથી ગુજરાતની ચુંટણીના પરીણામ આવવા લાગ્યા અને બપોર સુધીમાં લગભગ બધી ખબર પડી ગયી.

રાજ્ય અને કેંદ્રમાં લગભગ આખી સરકાર નરેંદ્ર મોદીની છે અને સરમુખ્ત્યાર થવા માટે થનગની રહેલ નરેંદ્ર મોદીને ખબર પડી ગયી કે પ્રજાતંત્રમાં લોકો હવે હોંશીયાર થતા જાય છે.

ઈંદીરા ગાંધી ગરીબી હટાવના નારાથી ચુંટણી જીતતા હતા એ જમાનો હવે રહ્યો નથી.

ગુજરાત વીધાનસભાની સીટો છે એમાં એક નમ્બર કચ્છના અબડાસાથી શરુ થાય છે. ત્રણ તાલુકા અને લાંબી ચોડી વીસ્તાર ધરાવતી વીધાનસભામાં ૨૦૧૨માં છબીલદાસ પટેલ કોંગ્રેસથી ચુંટાયેલ અને અધવચ્ચે પક્ષ પલતો કરી બીજેપીમાં દાખલ થયા અને અધવચ્ચે આવેલ ચુંટણીમાં કોગ્રેસના મુખ્ય પ્રધાનના દાવેદાર વીજયી થયા અને છબીલદાસ પટેલની હાર થયી.

૨૦૧૭માં છબીલદાસ પટેલની બીજેપી ઉમેદવાર તરીકે હાર થયી અને કોંગ્રેસનો ઉમેદવાર વીજયી થયો.

શક્તીસીંહ ગોહીલ અબડાસાની બાજુમાં માંડવી મુંદ્રા સીટ ઉપરથી ૨૦૧૭માં હારી ગયા.
રાજ્યમાં બીજેપીને સો સીટો મળતા દમ નીકળી ગયો અને મરણ પથારીએ પડેલી કોંગ્રેસ ને પાછી સંજીવની મળી ગયી.

કચ્છમાં લખપત સુધી નર્મદા ડેમના પાણી માટેની મારી ઝુંબેશને ટેકો મળવા લાગ્યો છે. કચ્છની છ વીધાનસભાની સીટમાંથી ચાર બીજેપી અને બે કોંગ્રેસને મળેલ છે. અબડાસા ઉપરાંત રાપરની સીટ ઉપર કોંગ્રેસની જીત થયી છે.

રાપરના જુના વીધાન સભાના ઉમેદવાર બાબુભાઈ મેઘજી ગડા બહુજ ખરાબ રીતે હારી ગયા છે. એમણે પ્રચારમાં નર્મદા ડેમનો ઘણો ઉલ્લેખ કરેલ. મતદારોએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડેલ છે. 

બહુ જ ઉતાવડમાં આ પોસ્ટ લખેલ છે અને બધા ફોટાઓ બીબીસી હીન્દીમાંથી લીધેલ છે જેની લીંન્ક આપેલ છે.




















No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર