શરુઆતમાં પુનર્જન્મ, કર્મ, લોક, પરલોકમાં માનનાર આસ્તીક
અને
કર્મ કે પુનર્જન્મ ન માનનાર નાસ્તીક કહેવાય એ સીવાય આસ્તીક અને નાસ્તીકનો કાંઈ અર્થ ન હતો.
અને
કર્મ કે પુનર્જન્મ ન માનનાર નાસ્તીક કહેવાય એ સીવાય આસ્તીક અને નાસ્તીકનો કાંઈ અર્થ ન હતો.
વખત જતાં ઈશ્ર્વરનો જન્મ થયો જે જગતનો કર્તા પણ બની ગયો. એ વખતે પણ કર્મ પુનર્જન્મમાં માનવું પણ ઈશ્ર્વરનું સ્વતંત્ર તત્ત્વ નથી એવો પક્ષ હતો.
એટલે ઈશ્ર્વરવાદી આસ્તીક અને ઈશ્ર્વર વીરોધી નાસ્તીક બન્યા.
આમ પુનર્જન્મ, કર્મ, ઈશ્ર્વરને માનનારા અને પુનર્જન્મ, કર્મ, ઈશ્ર્વરને ન માનનાર આમ બે પક્ષો થયા.
સાંખ્ય, મીમાંસક, જૈન, બૌદ્ધ એ બધા પુનર્જન્મવાદીઓ અને ઈશ્ર્વરમાં ન માનનાર આસ્તીક છતાં નાસ્તીક કહેવાયા.
સાંખ્ય, મીમાંસક, જૈન, બૌદ્ધ એ બધા પુનર્જન્મવાદીઓ અને ઈશ્ર્વરમાં ન માનનાર આસ્તીક છતાં નાસ્તીક કહેવાયા.
ઈશ્ર્વરના જન્મ પછી શાસ્ત્રોનો જન્મ થયો અને વેદશાસ્ત્રની પ્રતીષ્ઠા રુઢ થઈ.
પછી વેદ, પુનર્જન્મ અને ઈશ્ર્વરને સ્વીકારનાર આસ્તીક. વેદ સ્વીકારી ઈશ્ર્વર તત્ત્વમાં ન માનનારા મીમાંસક નાસ્તીક.
આ ગુંચમાંથી મુક્તી મેળવવા મનુ મહારાજે ટુંકી વ્યાખ્યા કરી કે વેદ નીંદક નાસ્તીક હોય એટલે સાંખ્ય આસ્તીક બની ગયા.
જૈન, બૌદ્ધ જે વેદને તદ્દન ન સ્વીકારનાર નાસ્તીક પક્ષમાં રહ્યા.
જૈન અને બૌદ્ધ પક્ષવાળાએ પાછા નવા શબ્દો શોધી કાઢ્યા.
જૈન અને બૌદ્ધની દ્દષ્ટી સાચી અને વેદવાળા પક્ષની માન્યતા મીથ્યા એટલ ભ્રાન્ત.
પછી તો જૈન અને બૌદ્ધ પણ પોતાને સમ્યગદ્દષ્ટી અને સામે વાળા જૈન કે બૌદ્ધ મીથ્યાદ્દષ્ટી થઈ ગયા.
હકીકતમાં સ્વપક્ષ અને પરપક્ષ બે જ પક્ષ હતા.
હવે જુઓ નાગા, લુચ્ચા અને બાવા શબ્દની હાલત.
નાગો એટલે કુટુંબ, મલમત્તા અને કપડાંનો ત્યાગી આત્મશોધન માટે વ્રત ધારણ કરનાર મહાન આદર્શવાદી.
એટલે કે પરીગ્રહ ત્યાગી દેહદમનવ્રત સ્વીકારનાર નાગો.
લુચ્ચો એટલે લુંચક કે લુંચઓ થાય.
જે ત્યાગી હોય એ પોતાના મસ્તકના વાળને પોતાને હાથે ખેંચી લુંચક કે લોચ કરતો.
આમ લુંચક, લુંચઓ કે લુચ્ચો એટલે આત્મસાધના માટે ત્યાગ કરનાર માટે સુચવનાર.
બાવા કે બપ્પા એટલે વડીલ અને સંતાનનો પુજ્ય.
ધીરે ધીરે નગ્ન શબ્દ તપ, ત્યાગ અને પુજ્યમાંથી અલગ થઈ બીનજવાબદારની શ્રેણીમાં આવી ગયો.
લુંચક શબ્દે પણ પવીત્ર સ્થાન ગુમાવ્યું અને બાવો તો બાળકોને ભડકાવનારના અર્થમાં વપરાવા લાગ્યો.
પછી તો જૈન અને બૌદ્ધમાં જેટલા ભાગલા પડ્યા એટલા નવા નવા શબ્દો દાખલ થયા.
નાગો, લુચ્ચો, બાવો, વગેરે ગાળ રુપે તીરસ્કાર સુચક બની ગયા.
મહર્ષી દયાનંદ અને મહાત્મા ગાંધી માટે પણ કાશી ગયાના સ્વામીજીઓએ નાસ્તીક કહી નાખ્યા આમ નાસ્તીકની પ્રતીષ્ઠા વધતી ગઈ.
હવે નવી ગુંચ ઉત્પન્ન થઈ.
જેમ જેમ લોકો વીચારતા થયા તેમ તેમ રાજમાન્ય, લોક માન્ય શબ્દોની પ્રતીષ્ઠા વધતી ગઈ અને સમાજે માથુ ઉચક્યું કે સમાજ ઉઠયો કે રાજમાન્ય માટે સમાજદ્રોહ અને દેશદ્રોહ શબ્દ વપરાવા લાગ્યો.
આમ રાજાઓના જમાનામાં રાજદ્રોહીનું ધડથી માથુ અલગ કરવાને બદલે લાખો નાગરીકો એમનું સન્માન કરવા લાગ્યા.
હકીકતમાં આખી દુનીયામાં સંત મહાત્મા રાજદ્રોહી જ હોવા જોઈએ.
આમ નાસ્તીક શબ્દમાં ક્રાન્તી થઈ અને અર્થચક્ર બદલતાં એની મહત્વતા વધી.
આધુનીક જમાનામાં સાચી કે ખોટ ગમે તેવી જુની રુઢીઓને વળગી રહે, ઉચીત કે અનુચીતનો વીચાર ન કરે, વસ્તુની પરીક્ષા અગર તર્ક કે કસોટી સહન ન કરે, સાચું કે ખોટું તપાસ્યા વગર નવા વીચાર, નવી શોધ, નવી પદ્ધતીથી ભડકે તે આસ્તીક કે સમ્યગદ્દષ્ટી.
આ રીતે વીચારક, પરીક્ષક, તર્ક પ્રધાન અર્થમાં નાસ્તીક શબ્દની પ્રતીષ્ઠા જામતી જાય છે. કદાગ્રહી, ઝનુની અર્થમાં આર્થીક આસ્તીક શબ્દની દુર્દશા થતી દેખાય છે.
(દર્શન અને ચીંતન ભાગ ૧-૨. પાના નં. ૭૦૧ થી ૭૧૦. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો - ઈ.સ. ૧૯૩૨. આસ્તીક અને નાસ્તીક શબ્દની મીમાંસા. લેખક : સુખલાલજી સંઘવી. તંત્રી : દલસુખ માલવણીયા. આવૃત્તી : ઈ.સ. ૧૯૫૭)
આ દસ પાનાની પીડીએફ ફાઈલ જોઈતી હોય એમણે કોમેન્ટ મુકી જણાવવું. મોકલી આપવામાં આવશે....
જૈન લાયબ્રેરી
આ દસ પાનાની પીડીએફ ફાઈલ જોઈતી હોય એમણે કોમેન્ટ મુકી જણાવવું. મોકલી આપવામાં આવશે....
જૈન લાયબ્રેરી
"હકીકતમાં આખી દુનીયામાં સંત મહાત્મા રાજદ્રોહી જ હોવા જોઈએ".
ReplyDeleteઇસુ ખ્રિસ્તને રાજદ્રોહી ગણાવીને વધસ્તંભે ચડાવી દેવાતા હતા. શ્રી દલસુખભાઈ માલવણિયાના લેખની પીડીએફ મને મોકલી આપશો. dipak.dholakia@gmail.com
૧૯૬૬-૬૭માં એમનું પુસ્તક "જૈન ધર્મનો પ્રાણ" મેં વાંચ્યું ત્યારે મને ખબર પડી કે ઈશ્વર વિનાનો ધર્મ પણ હોઈ શકે છે. મારી સમજશક્તિના વિકાસમાં માનનીય દલસુખભાઈનો ફાળો ઘણો મોટો છે.
શ્રી દીપક ભાઈ,
ReplyDeleteહીન્દી અને ગુજરાતીમાં બે પીડીએફ ફાઈલ મોકલેલ છે.
આ બ્લોગ ઉપર પીડીએફ મુકવાની વ્યવસ્થા મને ખબર નથી એટલે મેં લખેલ છે પીડીએફ ફાઈલ મોકલી આપીશ.
ફેસબુકના રેશનલીઝમ ગ્રુપમાં આ બન્ને ફાઈલ મેં મુકેલ છે.
ગુગલ મહારાજને પ્રસન્ન કરી ખાંખાખોળા કરવાથી આવા અનેક પુસ્તકોની આખી લાયબ્રેરી મળી આવે છે અને એનું નામ જૈનલાયબ્રેરી છે.
કરોડાના બજેટ સાથે આવી અનેક અલભ્ય પ્રતો આ જૈનલાયબ્રેરીમાંથી મફત, ફ્રી ઓફ ચાર્જ કોઈપણ માથાકુટ વગર મળી શકે છે.
હું વર્ષોથી આ જૈનલાયબ્રેરીમાંથી પુસ્તકો મેળવું છું.
આપની જાણ માટે ઉપરની બે પીડીએફ સાથે એક ત્રીજી પીડીએફ ફાઈલ મોકલેલ છે. હીન્દી અકાદમીની અલભ્ય પ્રત હેમચંદ્રાચાર્યની કાર્યવાહી વીશે છે. હીન્દી ગુજરાતી વીકીપીડીયા ઉપર હેમચંદ્રાચાર્યની માહીતી મેં મુકેલ છે.
નવરાંતે વાંચી મને જણાવજો.
કુશળ હશો.
લી. વીકેવોરા
૩૦.૦૧.૨૦૧૩.
આત્મા, ઈશ્વર, પૂર્વ જન્મ, પૂનર્જન્મ વિગેરે ધર્મ (રીલીજીયન)ના વિષય છે જ નહીં. આ તો તત્વજ્ઞાનના વિષયો છે. સામાજીક સંબંધો અને સામાજીક વ્યવહારો જ ધર્મના વિષયો છે. અને આને લગતી વાતો જે તે સમયને અનુરુપ રીતે લખવામાં આવી છે. આ વાત ભારતીય સમાજશાસ્ત્રીઓએ અને ભારતીય તત્વવેત્તાઓએ આ રીતે જ સમજી છે અને સમજાવી છે. કહેવાતા રેશનાલીસ્ટોએ વાસ્તવમાં હિન્દુ તત્વજ્ઞાન અને તે પણ શંકરાચાર્યનું "અદ્વૈત" વાંચ્યું જ હોતું નથી.
ReplyDeleteસરળ સમજણ માટે "અદ્વૈતની માયાજાળ ..." વાંચો treenetram.wordpress.com
હિન્દુ કે શંકરાચાર્યના ધર્મ, સામાજિક સંબધ, સામાજિક વ્યવહાર અને તત્વજ્ઞાનમાં આભળછેટ અને જાતી જમાતી સિવાય બીજું કાંઈ જોવા મળશે નહીં....
Delete