welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Wednesday, 24 October 2012

પોલીઓ : ૨૦૧૪ સુધીમાં ભારત પોલીઓ મુક્ત થવાની પુરી શક્યતા છે.


પોલીઓ : ૨૦૧૪ સુધીમાં ભારત પોલીઓ મુક્ત થવાની પુરી શક્યતા છે.

બુધવાર ૨૩.૧૦.૨૦૧ના વિશ્ર્વ પોલીઓ ઉન્મુલન દીવસ મનાવવામાં આવશે. 

દુનીયામાં ૧૯૮૮માં  ૩,૫૦,૦૦૦ પોલીઓના કેસ નોંધાયેલ, ૨૦૦૧માં પોલીઓના ૪૮૩ કેસ  નોંધાયેલ અને ૨૦૦૯માં પોલીઓના ૧૬૦૬ કેસ નોંધાયેલ.

૧૯૭૮ પછી ભારતમાં પોલીઓ વીરુદ્ધ જુંબેશ શરુ થઈ અને ૨૦૦૬માં ભારતમાં ૬૬૦ કેસ નોંધાયેલ.

જાન્યુઆરી ૨૦૧૧માં પશ્ર્વીમ બંગાળના હાવડા જીલ્લામાં પોલીઓનો છેલ્લો કેસ નોંધાવવામાં આવેલ છે.

૨૦૧૪ સુધીમાં કોઈ કેસ નહીં દેખાય તો પોલીઓ ગ્રસ્ત દેશોની યાદીમાંથી ભારતનું નામ હટાવી દેવામાં આવશે.

પોલીઓ ગ્રસ્ત દેશોની યાદીમાંથી ભારતનું નામ હટે તો એના પછી નાઈજેરીઆ, પાકીસ્તાન અને અફઘાનીસ્તાનનો વારો આવશે.

એડવર્ડ જેનરે શીતળાની રસી તૈયાર કરી અને આસ્તે આસ્તે આખી દુનીયામાંથી શીતળા નાબુદ થઈ ગઈ. ભારતમાં છેલ્લે ૧૯૭૯માં શીતળાનો કેસ નોંધાયેલ.

૧૯૧૦ થી ૧૯૭૫ વચ્ચે ઘણાં દેશોના નીસ્ણાતોએ સંશોધન કરી પોલીઓને નાબુદ કરવા કમર કસી. 
૧૯૫૫ પછી આશા બંધાણી કે પોલીઓ નાબુદ થવાની શક્યતા છે.

૨૦૧૨ સુધીમાં દુનીયામાં બે કરોડ લોકો એવા હસે જેમને પોલીઓ થયો હસે અને પોલીઓની અસરમાં આજે જીવતા હસે.

અમેરીકામાં ૧૯૯૪ પછી પોલીઓ દેખાયો નથી.

ચીન અને ઓસ્ટ્રેલીયામાં ૨૦૦૦ પછી પોલીઓના કેસની કોઈ નોંધ નથી. 

યુરોપમાં ૨૦૦૨ પછી પોલીઓનો કોઈ કેસ નોંધાયેલ નથી.


Monday, 22 October 2012

दिग्विजय के सवालों पर चुप्पी, पीएम-सोनिया को दी बहस की चुनौती


दिग्विजय के सवालों पर चुप्पी, पीएम-सोनिया को दी बहस की चुनौती

http://timesofindia.indiatimes.com/india/Arvind-Kejriwals-conduct-motives-questioned-by-Anna-Hazare-supporters/articleshow/16908306.cms


नई दिल्ली।। अपने तीखे सवालों से सत्ता पक्ष और विपक्ष की नींद हराम कर देने वाले केजरीवाल अब दिग्विजय सिंह सवाले के सामने चारों खाने चित नजर आ रहे हैं। दिग्विजय सिंह द्वारा 27 सवालों की लंबी फेहरिस्त भेजने के एक दिन बाद भी टीम केजरीवाल एक भी सवाल का जवाब देने को तैयार नहीं। टीम केजरीवाल का मानना है कि दिग्विजय सिंह को अगर इन सवालों के जवाब दिए गए, तो वह फिर नए सिरे सवाल पूछेंगे। साथ ही टीम केजरीवाल का यह भी कहना है कि दिग्विजय के सावलों में से एक भी सवाल देश से जुड़ा नहीं है, इसलिए जवाब देने की कोई जरूरत नहीं। यह सिर्फ दिग्विजय सिंह की एक चाल है। वह जनता को करप्शन के मुद्दे से भटकाना चाहते हैं। हालांकि, दिग्विजय के कई सवाल केजरीवाल से व्यक्तिगत हैं, लेकिन कुछ सवाल उनके आंदोलन और एनजीओ से भी जुड़े हैं।

सवालों से घबराई टीम केजरीवाल!
अपने तीखे सवालों से राजनीति के दिग्गजों को चारों खाने चित करने वाले वाले केजरीवाल पर दिग्गविजय सिंह के सवाल भारी पर रहे हैं। अपनी पादर्शिता की ढिंढोरा पीटने वाली टीम केजरीवाल दिग्विजय के सवालों पर लीपापोती करती नजर आ रही है। टीम केजरीवाल को लग रहा है कि अगर उन्होंने दिग्विजय के सवालों के जवाब दिए तो फंसने का डर है। उन्हें लग रहा है कि दिग्विजय ने पहले सबूतों को इक्ट्ठा किया है फिर सवाल दागे हैं।

कांग्रेस महासचिव दिग्विजय के कुछ सवाल इस प्रकार हैं:-
क्या यह सच है कि 20 साल की आईआरएस की नौकरी के दौरान आपकी पोस्टिंग दिल्ली से बाहर नहीं हुई?
क्या आपकी आईआरएस पत्नी का भी कभी दिल्ली से बाहर तबादला नहीं हुआ?
आपने अपनी स्टडी लीव की रिपोर्ट सरकार को क्यों नहीं दी?
आपके एनजीओ कबीर को फोर्ड फाउंडेशन से कितना पैसा मिला?
इन पैसों का इस्तेमाल कहां किया गया?
क्या इन पैसों का इस्तेमाल करप्शन को मिटाने के लिए किया गया?
आपका एक बार चंडीगढ़ ट्रांसफर हुआ, लेकिन आपने जॉइन नहीं किया?
क्या यह सच है कि चंडीगढ़ ट्रांसफर के बाद वीआरएस लेने की कोशिश की?
क्या आपने नौकरी में रहते हुए एनजीओ बनाने के लिए सरकार से इजाजत मांगी थी?
सरकारी नौकरी करते हुए विदेशी संस्था से पैसे लेने की इजाजत ली?
आपकी कोर कमिटी के एक सदस्य ने 20 करोड़ रुपये की धांधली का आरोप लगाया, आपने इसका जवाब क्यों नहीं दिया?
आप अमेरिकी एनजीओ आवाज के साथ रिश्तों का खुलासा करेंगे?

Wednesday, 17 October 2012

આ અબ્દુલ સરીફ છે કોણ? પાકીસ્તાની કે પછી ઈરાની?

આ અબ્દુલ સરીફ છે કોણ?   પાકીસ્તાની કે પછી ઈરાની?

ભારતમાં બંધારણે દેશના નાગરીકો અને ગુનેગારો માટે ઘણાં હક્ક આપેલ છે.

જસ્ટીસ આર. એમ. લોઢા અને જસ્ટીસ એ.આર. દવેની બેન્ચ સમક્ષ સુપરીમ કોર્ટમાં પ્રાધ્યાપક ભીમ સીંહે પીઆઈએલ ફાઈલ કરેલ છે કે દેશની જેલોમાં જે પાકીસ્તાનીઓને રાખવામાં આવેલ છે એમની સજાની મુદ્દત પુરી થઈ ગઈ હોય તો છોડી દેવા જોઈએ.

આ અબ્દુલ સરીફને ૧૯૯૭માં સજાની મુદ્દત પુરી થઈ ગઈ છે અને છેલ્લા પંદર વરસથી જેલમાં છે અથવા સબડે છે અને ખબર નથી આ આ અબ્દુલ સરીફ કોણ છે?

૨૦મી ઓક્ટોબર ૧૯૬૨ના ચીને ભારત ઉપર હુમલો કર્યો. ૮ દીવસ પછી ૨૮.૧૦.૧૯૬૨ના આત્મસમર્પણ પછી યુદ્ધ સમાપ્ત થયું. આઠ દીવસમાં ૧૩૮૩ સૈનીકના મૃત્યુ થયા. ૧૬૯૬ લાપત્તા થયા અને ૩૯૬૮ સૈનીક ગીરફતાર થયા. ચીનમાં ૭૨૨ સૈનીકના મૃત્યુ થયા.

૨૦મી ઓક્ટોબર ૧૯૬૨ના ચીને ભારત ઉપર હુમલો કર્યો. ૮ દીવસ પછી ૨૮.૧૦.૧૯૬૨ના આત્મસમર્પણ પછી યુદ્ધ સમાપ્ત થયું. આઠ દીવસમાં ૧૩૮૩ સૈનીકના મૃત્યુ થયા. ૧૬૯૬ લાપત્તા થયા અને ૩૯૬૮ સૈનીક ગીરફતાર થયા. ચીનમાં ૭૨૨ સૈનીકના મૃત્યુ થયા.

આને કલીક કરી બીબીસી હીન્દી સ્પેશીયલમાં વાંચો : भारत-चीन युद्ध के पचास साल

Friday, 12 October 2012

ગજેટ, સ્કેલ, ટાઈમ ગજેટ, સમય માપક યંત્ર, વરાળ ઘડીયાળ, ટાવર કલોક, ભીંત ઘડીયાળ, કાંડા ઘડીયાળ, ક્વાર્ટ્ઝ ઘડીયાળ અને છેવટે જમાનો આવ્યો ડીઝીટલ ઘડીયાળનો.


ગજેટ, સ્કેલ, ટાઈમ ગજેટ, સમય માપક યંત્ર, વરાળ ઘડીયાળ, ટાવર કલોક, ભીંત ઘડીયાળ, કાંડા ઘડીયાળ, ક્વાર્ટ્ઝ ઘડીયાળ અને છેવટે જમાનો આવ્યો ડીઝીટલ ઘડીયાળનો.

કાંઈ પણ માપવું હોય અને એ માટેનું યંત્ર જેવું કાંઈ સાધન હોય એને ગજેટ કહેવાય.

કરોડો, અબજો વરસથી એટલે કે બીગ બેન્ગ થીયરીના જમાનાથી સુરજ સવારના નીયમીત ઉગે છે અને સાંજ થાય એટલે આથમી જાય.

સમય માપવા માટે લોકો સમજતા સવાર થઈ અથવા સાંજ થઈ.

માનવ સમજણો થયો અને ધાર્મીક વીધી વીધાન માટે એને સમય માપવાની જરુર પડી અને રેતીના કણની કે પાણીના ટપક વાળી સાદી ઘડીયાળ એણે બનાવી.

વરાળના યંત્રો કામમાં આવ્યા અને રેલ્વેની શરુઆતને કારણે સમય માપવા માટે નવા યંત્રો કામમાં આવ્યા.

ભારતમાં રેલ્વેની શરુઆત થતાં સમય પત્રકની જરુર પડી. ગ્રીનવીચ મીન ટાઈમ અને રેડીઓના કારણે સમય  માપવા માટે વધુ ચોક્કસ ખબર પડી.

મુંબઈની લોક્લ ટ્રેન દર ૪-૬ મીનીટે પ્લેટ ફોર્મ પર આવે પણ ક્યારેક ૧૦-૧૫ મીનીટ બધી ટ્રેનો લેટ ચાલતી હોય.

છેલ્લા ૨૦-૩૦ વરસમાં ક્વાર્ટ્ઝ ઘડીયાળ અને પછી ડીઝીટલ ઘડીયાળે ઘણું બધું ફેરફાર કરી નાખ્યું. લોકો સેકેન્ડમાં ફેરફાર થાય છે એનો વધુને વધુ ઉપયોગ કરવા લાગ્યો.

૧૦૦ મીટરની દોડ કેટલી સેકેન્ડમાં પુરી થઈ એની માપણી બરોબર કરવા લાગ્યા.

જેટલા ઘડીયાળ એટલા અલગ અલગ સમય અને સાચો સમય તો જે  ઘડીયાળ ઉભો હોય એ જ બતાવે એ જમાનાનો અસ્ત થયો.

કોમ્પ્યુટર અને મોબાઈલના જમાનામાં હવે બધાના ઘડીયાળ એક જ સમય બતાવવા લાગ્યા. 

મુંબઈ કે અન્ય જગ્યાએ રેલ્વે પ્લેટ ફોર્મ ઉપર ડીઝીટલ ઘડીયાળ નીયમીત સાચો સમય બતાવતા થયા.
મારા બ્લોગ ઉપર સાચો ટાઈમ ગજેટ બતાવવા મને ગજેટની જરુર પડી.

મેં મારા બ્લોગ ઉપર  આ સમય માપક યંત્ર એટલે કે ડીઝીટલ ઘડીયાળ માટે લીન્ક આપી છે અને કોઈ પણ એને કલીક કરી સાચો ખરેખર સાચો ભારતીય સમય જોઈ સકે છે.

Sunday, 7 October 2012

સરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.

સરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.

post.html http://www.vkvora2001.blogspot.in/2012/10/blog-post.html

ઉપરની લીન્કને કલીક કરો અને જુઓ....

Wednesday, 3 October 2012

સરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.

સરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.

પાથમીક શાળાના બ્લોગની વિગતો આ પ્રમાણે છે.

1.  http://shreebhachundaschool.blogspot.in/

2.  http://shreesandhavschool.blogspot.in/

3.  http://nvndsr.blogspot.in/

4.  http://kanyashala.blogspot.in/

5.  http://daltungischool.blogspot.in/

6.  http://sarasvatinagarschool.blogspot.in/
પ્રાથમિક શાળાના વીધ્યાર્થીઓ વીવીધ પ્રવૃત્તીઓ કરે છે.

જુઓ બ્લોગ અને ફોટાઓ અને વીધ્યાર્થીઓની પ્રવૃત્તીઓ.

એમને રસ જગાડનાર શીક્ષકોને પણ જુઓ.










Sunday, 23 September 2012

પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ ટાંકણાની યાદો.

પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. 

લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ 
ટાંકણાની યાદો.

શનીવાર ૮ સપ્ટેમ્બર અને રવીવાર ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના મીત્રો 
સાથે લોનાવાલા, 
ડેલ્લા એડવેન્ચર્સથી આગળ, ઠાક્રરવાડીથી આગળ, રાજમાચી કીલ્લા,અપસરા ધોધ, વગેરે જોવા ગયેલ. એનું વર્ણન ફેસબુક ઉપર મુકવા મીત્રોને જણાવેલ. 

ફોટાઓ મેં ઘણાં ખેચેલ.  જેમાંથી ૩,૪ ફોટાઓ અહીં મુકેલ છે.


(આજે રવીવાર છે. નીશાળ બંધ છે. બે બાળકો નીશાળે આવ્યા છે)



(રાજમાચી જવા મીત્રો જઈ રહ્યા છે)




(રાજમાચી તો દુર છે. પણ અપસરા ધોધનો પહાડ દેખાય છે)



(પહાડ ઉપરથી પાણી પડે છે. આ પહાડ એક જ પત્થરનો બનેલ છે)


(મીત્રો ધોધમાં મજા માણે છે)



(મીત્રો ધોધમાં મજા માણે છે અને આ બાળક પણ ખુશ દેખાય છે)



લોનાવાલા પાસે કાર્લા, ભાજા, લોહગઢ, વગેરેનો અદ્દભુત જુના 
જમાનાનો વારસો છે.

કાર્લા ગુફાની અગાઉ ૩ વખત મુલાકાત લીધેલ છે અને કેમેરા વગર શનીવાર ૨૩.૯.૨૦૧૨ના કાર્લા મુલાકાત લીધેલ.

મુંબઈ થી પનવેલ લોકલ ટ્રેનમાં ગયો. પનવેલથી રાજ્ય પરીવહનની ઘણીં બસો પનવેલ, ખાપોલી, ખંડાલા  થઈ લોનાવાલા જાય છે.

એમાંથી જે બસમાં આરામથી જવાની સગવડ થઈ એ બસમાં ગયો. 
મુંબઈથી લોકલ ટ્રેન ખોપોલી સુધી નીયમીત જાય છે.

ખોપોલી રેલ્વે સ્ટેશનથી થોડેક છેટે બસ સ્ટેન્ડ પાસેથી રીક્ષા, ટેક્ષી કે બસથી ભોરઘાટ મુંબઈ પુના એક્ક્ષપ્રેસ હાઈવે માર્ગેથી ખંડાલા થઈ લોનાવાલા જઈ સકાય છે.

લોનાવાલાથી કાર્લા જવા બસ સગવડ છે અને શેરે રીક્ષાથી બસથી 
સસ્તામાં ઝડપી દસ રુપીયામાં કાર્લા પહોંચી જવાય છે  જે લોનાવાલા પુના હાઈવે ઉપર ઉતારે છે.

૨૦-૩૦ મીનીટ છેટે બે કીલોમીટર લાંબે પહાડ ઉપર કાર્લા ગુફાઓ આવેલ છે. ૨૦-૩૦ મીનીટ સુધી પગથીયા ઉપર ચડી ગુફાઓ પાસે પહોંચી જવાય છે. 

મહારાસ્ટ્રના કોળી, માછીમારોની કુળ દેવી એકવીરાનું મંદીર પણ આવેલ છે અને 
એકવીરા મંદીરના સ્થાન તરીકે આ વીસ્તાર જાણીતું છે. 

કોને ખબર કોણે બૌદ્ધ ગુફાને પોતાની જાગીર બનાવી મંદીર બનાવી નાખ્યું છે અને વેપાર ચાલે છે.

૨૦૦૦ વરસ અગાઉ બૌદ્ધ સાધુઓ માટેનું ચૈત્ય કે મંદીર અને રહેવાની આ જગ્યા પહાડને કોતરી બનાવવામાં  આવેલ છે. આટલી ઉંચાઈ ઉપર ખુબ વીશાળ ચૈત્ય જોવા દેશ વીદેશના લોકો નીયમીત આવે છે. ઘણી જગ્યાએ બ્રાહી લીપીમાં લખાંણ છે અને પહાડના પત્થરને ટાંકણાથી કોતરી અદ્દભુત કામ બૌદ્ધ સાધુઓએ કરેલ છે. 




(ગુફામાં લાઈનબંધ જ પત્થરના થાંભલા છે અને 
ઉપર લાકડાની કમાનો ૨૦૦૦ વરસથી અકબંધ એમને એમ જ છે)

(પુરાતત્ત્વ વિભાગ અને વીકીપીડીયાના સૌજન્યથી બે ફોટા મુકેલ છે)


૨૦૦૦ વરસ અગાઉ જ્યાં લાકડું વાપરેલ છે એ પણ જોઈ સકાય છે.
ગુગલ મહારાજની મદદથી બે ફોટાઓ મુકેલ છે.

Saturday, 15 September 2012

અહીં બે ફોટા આપેલ છે. ઉપરના ફોટામાં આખો પહાડ એક જ પત્થરનો બનેલ છે અને એની વીશાળતા માટે એમાં નીચે બે ત્રણ મીત્રો છે અને બીજા ફોટામાં એ જ પહાડ ઉપરથી પાણી પડે છે અને નીચે મીત્રો છે.

અહીં બે ફોટા આપેલ છે. ઉપરના ફોટામાં આખો પહાડ એક જ પત્થરનો બનેલ છે અને એની વીશાળતા માટે એમાં નીચે બે ત્રણ મીત્રો છે અને બીજા ફોટામાં એ જ પહાડ ઉપરથી પાણી પડે છે અને નીચે મીત્રો છે.


 
આ પહાડ અને એની આજુ બાજુ જેટલા પહાડ છે એ બધા એક જ પત્થરના બનેલા છે એટલે  કે ઉપરથી નીચે આજુ બાજુ એના ટુકડા નથી. પુના અને મુંબઈ વચ્ચે લોનાવાલા વિસ્તાર છે અને ખુબ વરસાદ પડે છે જે પહાડ અને ખીણમાં વરસાદ જોવા હજારો માણસો ગાડીઓથી જોવા આવે છે. ખીણમાં નીચે વરસાદ પડતો હોય અને પહાડ ઉપરથી વાદળાઓ નીચે જોઈ સકાય છે. પહાડ ઉપર પણ ખુબ વરસાદ પડે છે.

હજારો વરસથી ચોમાસામાં આ પાણી પડે છે. એ હીસાબે આ પત્થર ખુબ પવીત્ર કહેવાય. દુનીયામાં આવા અને આનાથી મોટા મોટા પહાડ છે જે એક જ પત્થરના બનેલા છે.

હાથીઓની પ્રાર્થના અને પત્થર પૂજા. નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

એક સમાચાર હતા કે રેલ્વેની અડફેટમાં એક હાથણી આવી ગઈ અને બીચારી મરી ગઈ પછીતો ગ્રુપના હાથીઓએ બુમા બુમ હાકોટા ડાકોટ કરી બધા હાથીઓને ભેગા કર્યા અને રેલ્વે પાટા પર શોકસભા ભરી. પોલીસ અને જંગલના અધીકારીઓ આવ્યા અને હાકોટા ડાકોટા કે બંદુકની અણીએ હાથીઓના ઝુંડને દુર કર્યા.

ખ્રીસ્તી, મુસ્લીમ, હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, વગેરે બધા ધર્મના અનુયાયીઓ પ્રાર્થના અને પત્થર પુજા કરે છે એની પાછળ આ અજ કારણ છે કોઈ નજીકનું મરણ કે મારણ થયું એટલે રોક્કડ કરવી અને બધાને ભેગા કરવા.

પછીતો કોઈકે આનું કારણ શોધી કાઢ્યું કે પ્રાર્થના કરો, પત્થરની પુજા કરો અને મરણ કે મારણનો ભય કાઢો.
ધંધો ચાલ્યો જોરદાર અને દરેક ભગવાન, ઈશ્ર્વર, અલ્લાહ, ગોડ, ઋષી, મુની, ધર્મગુરુ, આચાર્ય, ભુવા, ડાકલીયા, ભેગા થયા. પોતાનો ફાયદો થતો જોઈ નવી નવી રીતે પ્રાર્થના કરવા લાગ્યા.

કોઈ વળી ઉમેર્યું હાથ આમ ઉંચા કરો, આંગળીઓ આમ ગોઠવો, શ્ર્વાસ આમ લેવું અને આમ બહાર કાઢવું. આહવાન આમ આપવું. વ્યકતીગત, સામુહીક પ્રાર્થના આમ કરવી. અમુક દીવસે તો કરવી જ. આ પ્રાર્થનામાં કોઈકને તુત સુજયું અને પછી ભાવ પ્રાર્થના સાથે નવા નવા તુત સુઝ્યા. એમાં આવી આ પત્થર પુજા. કોઈ ગોળ પત્થર, કોઈ ચોરસ, કોઈ માનવ કે પ્રાણી જેવી તો કોઈક વીચીત્ર ચીતરી ચડે એવી આકૃત્તી.

કડીયા, સોમપુરા બધાનો ધંધો જોરથી ચાલવા લાગ્યો. ધર્મગુરુઓએ કહ્યું આમાં કરો પ્રાણ પ્રતીષ્ઠા અને પત્થર સજીવન બની ગયો.

પત્થર પુજાના મોટા મોટા આખી પૃથ્વી ઉપર ઠેક ઠેકાણે સ્થાન બન્યા. કોઈએ આખા આખાને ડુંગર કે પહાડ ખોદી મોટી મોટી અલૌકીક મુર્તીઓ બનાવી દીધી.

નેટ ઉપર જુઓ. વધુને વધુ પ્રાર્થનાઓ લખાય છે. થોડીક શરુઆત પછી નેટ ઉપર પણ પત્થર પુજા શરુ થશે. આ પત્થરો કેવા હોવા જોઈએ અને એનો ઘાટ કેવો હશે એ આપણે જોઈશું.

હાથીઓના ઝુંડને બંદુકની અણીએ રેલ્વેના પાટ ઉપરથી દુર કરી નાખ્યા. જોઈએ આ નેટ ઉપર શું થાય છે?
નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

http://www.facebook.com/notes/vk-vora