welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.

www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.facebook.com/vkvora2001
https://www.instagram.com/vkvora/
www.en.wikipedia.org/wiki/User:Vkvora2001
Wikipedia - The Free Encyclopedia

Saturday, 15 September 2012

અહીં બે ફોટા આપેલ છે. ઉપરના ફોટામાં આખો પહાડ એક જ પત્થરનો બનેલ છે અને એની વીશાળતા માટે એમાં નીચે બે ત્રણ મીત્રો છે અને બીજા ફોટામાં એ જ પહાડ ઉપરથી પાણી પડે છે અને નીચે મીત્રો છે.

અહીં બે ફોટા આપેલ છે. ઉપરના ફોટામાં આખો પહાડ એક જ પત્થરનો બનેલ છે અને એની વીશાળતા માટે એમાં નીચે બે ત્રણ મીત્રો છે અને બીજા ફોટામાં એ જ પહાડ ઉપરથી પાણી પડે છે અને નીચે મીત્રો છે.


 
આ પહાડ અને એની આજુ બાજુ જેટલા પહાડ છે એ બધા એક જ પત્થરના બનેલા છે એટલે  કે ઉપરથી નીચે આજુ બાજુ એના ટુકડા નથી. પુના અને મુંબઈ વચ્ચે લોનાવાલા વિસ્તાર છે અને ખુબ વરસાદ પડે છે જે પહાડ અને ખીણમાં વરસાદ જોવા હજારો માણસો ગાડીઓથી જોવા આવે છે. ખીણમાં નીચે વરસાદ પડતો હોય અને પહાડ ઉપરથી વાદળાઓ નીચે જોઈ સકાય છે. પહાડ ઉપર પણ ખુબ વરસાદ પડે છે.

હજારો વરસથી ચોમાસામાં આ પાણી પડે છે. એ હીસાબે આ પત્થર ખુબ પવીત્ર કહેવાય. દુનીયામાં આવા અને આનાથી મોટા મોટા પહાડ છે જે એક જ પત્થરના બનેલા છે.

હાથીઓની પ્રાર્થના અને પત્થર પૂજા. નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

એક સમાચાર હતા કે રેલ્વેની અડફેટમાં એક હાથણી આવી ગઈ અને બીચારી મરી ગઈ પછીતો ગ્રુપના હાથીઓએ બુમા બુમ હાકોટા ડાકોટ કરી બધા હાથીઓને ભેગા કર્યા અને રેલ્વે પાટા પર શોકસભા ભરી. પોલીસ અને જંગલના અધીકારીઓ આવ્યા અને હાકોટા ડાકોટા કે બંદુકની અણીએ હાથીઓના ઝુંડને દુર કર્યા.

ખ્રીસ્તી, મુસ્લીમ, હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, વગેરે બધા ધર્મના અનુયાયીઓ પ્રાર્થના અને પત્થર પુજા કરે છે એની પાછળ આ અજ કારણ છે કોઈ નજીકનું મરણ કે મારણ થયું એટલે રોક્કડ કરવી અને બધાને ભેગા કરવા.

પછીતો કોઈકે આનું કારણ શોધી કાઢ્યું કે પ્રાર્થના કરો, પત્થરની પુજા કરો અને મરણ કે મારણનો ભય કાઢો.
ધંધો ચાલ્યો જોરદાર અને દરેક ભગવાન, ઈશ્ર્વર, અલ્લાહ, ગોડ, ઋષી, મુની, ધર્મગુરુ, આચાર્ય, ભુવા, ડાકલીયા, ભેગા થયા. પોતાનો ફાયદો થતો જોઈ નવી નવી રીતે પ્રાર્થના કરવા લાગ્યા.

કોઈ વળી ઉમેર્યું હાથ આમ ઉંચા કરો, આંગળીઓ આમ ગોઠવો, શ્ર્વાસ આમ લેવું અને આમ બહાર કાઢવું. આહવાન આમ આપવું. વ્યકતીગત, સામુહીક પ્રાર્થના આમ કરવી. અમુક દીવસે તો કરવી જ. આ પ્રાર્થનામાં કોઈકને તુત સુજયું અને પછી ભાવ પ્રાર્થના સાથે નવા નવા તુત સુઝ્યા. એમાં આવી આ પત્થર પુજા. કોઈ ગોળ પત્થર, કોઈ ચોરસ, કોઈ માનવ કે પ્રાણી જેવી તો કોઈક વીચીત્ર ચીતરી ચડે એવી આકૃત્તી.

કડીયા, સોમપુરા બધાનો ધંધો જોરથી ચાલવા લાગ્યો. ધર્મગુરુઓએ કહ્યું આમાં કરો પ્રાણ પ્રતીષ્ઠા અને પત્થર સજીવન બની ગયો.

પત્થર પુજાના મોટા મોટા આખી પૃથ્વી ઉપર ઠેક ઠેકાણે સ્થાન બન્યા. કોઈએ આખા આખાને ડુંગર કે પહાડ ખોદી મોટી મોટી અલૌકીક મુર્તીઓ બનાવી દીધી.

નેટ ઉપર જુઓ. વધુને વધુ પ્રાર્થનાઓ લખાય છે. થોડીક શરુઆત પછી નેટ ઉપર પણ પત્થર પુજા શરુ થશે. આ પત્થરો કેવા હોવા જોઈએ અને એનો ઘાટ કેવો હશે એ આપણે જોઈશું.

હાથીઓના ઝુંડને બંદુકની અણીએ રેલ્વેના પાટ ઉપરથી દુર કરી નાખ્યા. જોઈએ આ નેટ ઉપર શું થાય છે?
નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

http://www.facebook.com/notes/vk-vora

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર