welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 30 September 2013

પ્રભાવી શબ્દો, શબ્દોનું સામર્થ્ય : આનાથી સારા અસરકારક શબ્દો હશે? : The Power of Words નો ગુજરાતીમાં મતલબ


પ્રભાવી શબ્દો, શબ્દોનું સામર્થ્ય : આનાથી સારા અસરકારક શબ્દો હશે?  :  The Power of Words નો ગુજરાતીમાં મતલબ

Sunday 22 September 2013

દ્વિતિય આત્મા નેટ પરિષદ : વિશ્વના બધા આત્માઓને આમંત્રણ.

દ્વિતિય આત્મા નેટ પરિષદ : વિશ્વના બધા આત્માઓને આમંત્રણ.

બુદ્ધના મૃત્યુ પછી બે ચાર મહીનામાં મગધના રાજા અજાતશત્રુના સમયમાં રાજગૃહમાં મહાકશ્યપના પ્રમુખપદે પ્રથમ પરીષદ મળેલ અને બુદ્ધના ઉપદેશનું સંકલન કરવાનું નક્કી કરવામાં આવેલ.

એજ રીતે ઈ.સ. પુર્વે ચોથી સદીમાં આચાર્ય સ્થુલભદ્રના અધ્યક્ષ સ્થાને પાટલીપુત્રમાં પ્રથમ ધર્મ પરીષદ મળેલ અને જૈન ધર્મના બાર અંગોની રચના થઈ.

બુદ્ધના મૃત્યુ પછી સો વરસ રહી મગધના રાજા કાલાશોકના સમયમાં સર્વકામીનીના અધ્યક્ષ પદે વૈશાલીમાં બીજી પરીષદ થઈ અને બૌદ્ધ સંઘમાં ઉભી થયેલ અશીસ્ત અંગે કડક પગલા લેવાનું નક્કી થયેલ.

ક્ષમાશ્રમણના અધ્યક્ષ પદે ઈ.સ. પાંચમી સદીમાં ગુજરાતના વલ્લભીપુરીમાં મળેલ બીજી જૈન ધર્મ પરીષદ પછી શ્વેતાંબર અને દીગંબર એમ ફાટા પડયા.



બુદ્ધ અને મહાવીર બન્ને આત્મા પરમાત્મા, ભગવાન કે કર્મમાં માનતા ન હતા.  એમના મૃત્યુ પછી શીષ્યો અને ધર્મગુરુઓએ હજાર વરસમાં ઈ.સ. પાંચમી સદી પછી આત્મા, પરમાત્મા, કર્મ અને મુર્તીપુજામાં માનવા લાગ્યા. ઈશ્લામનો ઉદય થયો. હીન્દુઓને જે ખબર ન હતી એ આત્મા, પરમાત્મા, કર્મ, પત્થર પુજા, જન્મ, પુનઃ જનમની બોલાબોલ થઈ.

એના પછી સાયલા તાલુકા તથા સુરતના અને હાલે દોહા, કતાર મીડલ ઈસ્ટમાં કાર્યરત રીતેશભાઈ મોકાસણાએ મંગળવાર તારીખ ૧૦.૦૯.૨૦૧૩ના આત્મા સંમેલનનો અહેવાલ એમના બ્લોગ રીતેશમોકાસણા.વર્ડપ્રેસ.કોમ ઉપર મુકેલ.

લીન્ક નીચે મુજબ છે.

http://riteshmokasana.wordpress.com/2013/09/10/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AE%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8/

અહેવાલ મુજબ દેશ વીદેશના બધા આત્માઓને આમંત્રણ આપવામાં આવેલ.  મનુના પ્રમુખસ્થાને અબ્રાહમ લીંકન, ભીષ્મ, પીકાસો, ઈંદીરા ગાંધી, દધીચી, હીટલર, કુંતી, ગંગા, મેડમ ક્યુરી, વગેરે નામી અનામી ઘણાં આત્માઓ હાજર રહ્યા હતા.

આટલી પુર્વ ભુમીકા પછી નેટ અને ગુગલ ઉપર કોન્ફરન્સ, સેમીનાર, સંમેલન, પરીષદ લખી સર્ચ કરતાં બીજી આત્મા પરીષદ બોલાવવાનું નક્કી કરેલ છે.

બૌદ્ધ અને જૈનની પરીષદો વખતે આમંત્રણ, સ્થળ, આવવા જવાની વ્યવસ્થા કે અન્ય સગવડ, કાર્યસુચી, એજન્ડા બાબત ઘણીં તકલીફો હતી. બધું જ મૌખીક હોવાથી બૌદ્ધ અને જૈનમાં અમે જ સાચા અને મુખ્ય એમ કહી ઘણાં ફાંટા પડી ગયા અને અશીસ્ત બાબત કાંઈજ પગલા લેવાયા નહીં.

નેટ, વેબ, ફેસબુક અને બ્લોગ જગતમાં આ બધી તકલીફો દુર થઈ ગઈ છે. બટન દબાવતાં દેશ વીદેશમાં ખુંણે ખાંચરે, આમંત્રણ પહોંચી જાય છે. એજન્ડા કાર્યસુચીમાં બધા મુદ્દા સમાવેશની સગવડ છે.

મોક્ષ, સ્વર્ગ, નરક, તીર્યંચ, ભુત પીશાચ, કોઈ પણ શરીર, ભુચર, ખેચર, જળચર, બેકટરીઆ, વાઈરસ, ઋષી, મુની, ભગવંત, ભગવાન, અવતારી મહીલા પુરુષ, ગુરુ, શીષ્ય પુર્વે જે શરીરમાં હતા કે હાલ જે શરીરમાં હોય એ આત્મા પોતાના વીચારો લેખીતમાં રજુ કરી શકે એ માટે આ દ્વીતીય મહાપરીષદમાં આમંત્રણ છે.







Sunday 8 September 2013

ઉપરવાળાની કૃપા. દરેક સમસ્યાનો હલ. જુઓ ફોટાઓ અને સમાચાર. બધું નેટ ઉપરથી ગુગલ મારાજની મદદથી.

ઉપરવાળાની કૃપા. દરેક સમસ્યાનો હલ. જુઓ ફોટાઓ અને સમાચાર. બધું નેટ ઉપરથી ગુગલ મારાજની મદદથી.

છાપા સમાચાર પત્રો, ટીવી, નેટ, વેબ, બ્લોગ ઉપર ઘણાં સમાચાર અને ફોટાઓ આવે છે. 
ચાલો જોઈએ શું છે?

બે દીવસ પહેલાં મહત્વના સમાચાર હતા કે સંસદે અન્ન સુરક્ષા ખરડો મંજુર કરેલ છે. 
૭૦-૮૦ કરોડ લોકોને ગુણવત્તા વાળું સસ્તામાં ગૌરવથી અનાજ મળશે.

પંચાયત, પાલીકા, રાજ્ય, કેન્દ્ર સરકાર ફરીયાદોના નીવારણ માટે જવાબદારી લેશે. 
પ્રોટીન, કેલેરી, કીલ્લોનો ભાવ વગેરે વગેરે, કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે.

નીચે ભારતના એક રાષ્ટ્રપતી વીવી ગીરીનો કુટુંબ સાથે ફોટો મુકેલ છે.
પત્ની સરસ્વતીદેવી અને આજુબાજુ એમના પરીવારના છોકરા છોકરીઓ છે.
મોટો પરીવાર. પત્ની સરસ્વતીદેવી સંસ્કૃતના પંડીત છે. એમ.એ. સંસ્કૃત સાથે.
પત્ની પત્ની અને ૧૫ થી ૧૮ બાળકો લાગે છે.


હવે જુઓ શનીવાર ૭.૯.૨૦૧૩ના સમાચાર.

શીતલપુર વીકાસ ખંડના ગામ નગલા નીઝમના રહેવાસી બે વીઘા જમીનના માલીક
અને મેહનત મજુરી કરતા શ્રીચંદ
અને હાલ ૩૮ વરસની પત્ની સુનીતાએ ૨૮ વરસ પહેલાં લગ્ન કરેલ.
સુનીતા ૧૭ વરસે માતા બની. 
બાળકોમાં બે પુત્ર અને બે પુત્રીઓના બે મહીનાથી બે વરસ ઉમરે મરણ થયેલ છે.
હવે ૧૫ બાળકોમાંથી નવ છોકરા અને બે છોકરીઓ એમ ૧૧ બાળકો છે.
શનીવાર ૭.૯.૨૦૧૩ના સવારના ૭:૪૫ વાગે હોસ્પીટલમાં દાખલ થઈ
અને ૮:૦૦ વાગે ૧૫મો પુત્ર રત્ન પ્રાપ્ત થયેલ છે.

मजदूर के घर गूंजे 15वें बच्चे की किलकारी


નીચે સંસદ અને સોનીયા ગાંધીનો ફોટો છે. બધાને અન્ન આપવા
દુનીયાના મોટામાં મોટા પ્રોજેકટની જોરદાર ચર્ચા ચાલુ છે.

નીચે ફોટો જાણીતા વકીલ રામજેઠમલાણીનો છે.  તેમણે ઈન્દિરા ગાંધીના હત્યારા, મનુ શર્મા, કનિમોઝી, વગેરે જેવા કેસો લડ્યા છે. હાલમાં અમિત શાહનો કેસ પણ તેઓ જ લડે છે. તેઓ એક કેસની શરૂઆત કરવા માટે રૂ. ચાલીસ લાખ લે છે. દરેક સુનાવણી વખતે હાજર થવા માટે તેઓ વીસથી ત્રીસ લાખની રકમ લે છે. એક સમયે તેમણે વકીલાત નહીં કરવાનો નિર્ણય લીધો હતો. હોઈ શકે છે હવે આસુમલ ઉર્ફે આસારામનો કેસ પણ હાથમાં લે.

રામ આવે એટલે અયોધ્યા આવવી જોઈએ. રામયણ તો જ પુરી થાય.

જુઓ નીચે ફોટો. 
ભાજપના નેતાઓ કહી રહ્યા છે આ ફુડ બીલ
 એ તો વોટ બીલ છે અયોધ્યાના રામ મંદીર જેમ. 



નીચે એક બાબાનો ફોટો છે. આ બાબા સામે કોણ
જાણે કેટલીએ કાનુની કારવાઈ થઈ છે.
નેમીચંદ જૈન એટલે કે દીલ્લીના બાબા ચંદ્રા બાબુ.
ઈન્દીરા ગાંધીના જમાનામાં રોજ સમાચાર આવતા.

અન્ન અને ભૃષ્ટાચારની વાત આવે એટલે
ટોપીવાળા અન્ના હજારે યાદ આવે. એમનો ફોટો જુઓ ઘણી બધી ટોપીઓ સાથે.
અન્ના હજારેના ફોટા નીચે એક અનાજ કરીયાણાના દુકાનનો ફોટો છે
અને એની નીચે બાળકો જમે છે એ ફોટો છે.



જાણીંતા ઓળખીતા હોંશીયાર નીષ્ણાંતો જેને 
નોલેજ  બેઝ્ડ સીસ્ટમ કહે છે 
અને છેલ્લા ૨૦-૩૦ વરસમાં રાફડો ફાટ્યો છે. 

શૈક્ષણીક રીતે આ નોલેજ બેઝ્ડ સીસ્ટમથી ઉદ્યોગ ધંધામાં ખુબજ ફાયદો થયો છે.
ખબર પણ ન હોય એવી સમસ્યાનો ઉકેલ નીકળે છે.
નીર્ણય લેવામાં આવા ટુલ કીટની ધુમ મચી ગઈ છે. જય હો આ એક્સપર્ટ સીસ્ટમનો.
સફળતા માટે આવી ૨૦૦૦થી વધુ સીસ્ટમ નેટ પર મફતમાં મળે છે. 
એ તો હજી પાશેરની પહેલી પુણી જેમ.
પેસેફીક મહાસાગરમાં બરફના પહાડની જાણે ટોંચ.
સરક્ષણ, લશ્કર, પંચાયત, રાજ્ય કે દેશનું સંચાલન. ચેસની અટપટી ચાલો,
વૈદકીય દવાઓ અને અવનવા ઓપરેશનો, ભૃષ્ટાચાર હટાવો ટુલકીટથી.


આ ઉપરવાળાની કૃપા અને ફોટાનું કારણ મુંબઈ અને નવી મુંબઈ 
વચ્ચે મોટી ખાડી આવેલ છે. 
એ ખાડી ઉપર માનખુર્દ અને વાસી નામના રેલ્વે સ્ટેશન આવે છે
અને રેલ્વે અને મોટર રસ્તાનો મોટા બ્રીજથી જોડાયેલ છે.
રેલ્વે ઝડપથી દોડે છે અને રેલ્વે બ્રીજ ઉપર મુસાફરોથી ખચોખચ ભરેલ
દર ત્રણ મીનીટે એક લોકલ ગાડી દોડે છે. 

લોકલ ટ્રેનમાં મુસાફરો સાથે બીજા વર્ગના ડબ્બામાં 
વીન્ડો શીટ ઉપર મને બેસવાની જગ્યા મળે છે
અને ઉપરવાળાની મેરબાની, અન્ન સુરક્ષાનો કાયદો અને 
દરેક સમસ્યાના હલના વીચારો આવે છે. જુઓ ફોટો.


આ ફોટો ભાઈ બહેન અને પરીવારનો છે. ફોટામાં બે જણાં એ ટોપી લગાડેલ છે અને એમાં હું એક છું.
 


(ફોટાઓ , સમાચાર બધું નેટ ઉપરથી ગુગલ મારાજની મદદથી)















Tuesday 3 September 2013

અન્ન સુરક્ષા ખરડો લોકસભા પછી રાજસભામાં સોમવાર ૦૨.૦૯.૨૦૧૩ના મંજુર થઈ ગયો.


અન્ન સુરક્ષા ખરડો લોકસભા પછી રાજસભામાં સોમવાર ૦૨.૦૯.૨૦૧૩ના મંજુર થઈ ગયો.


http://www.bbc.co.uk/hindi/india/2013/09/130902_foodbill_passed_rajyasabha_pp.shtml



लोकसभा के बाद राज्यसभा में भी फूड गारंटी बिल पास

http://navbharattimes.indiatimes.com/india/national-india/rajya-sabha-passes-food-security-bill-after-10-hour-long-debate/articleshow/22237400.cms




“ભારતના ગરીબ વર્ગનો જઠરાગ્નિ” જે દિવસે જાગશે ત્યારે કોલસાની ભસ્મ ન લાધશે



खाद्य सुरक्षा योजना: संसद में हंगामा, दिल्ली में हरी झंडी




कोल ब्लॉक के सहारे फूड बिल अटकाने की तैयारी!



कोल ब्लॉक के सहारे फूड बिल अटकाने की तैयारी!




चुनावी थाली में गिरा कोयला